બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન પાસેથી તમે સ્ટાઇલ ટિપ્સ લય શકો છો. આઉટિંગ માટે સુહાના બે અલગ-અલગ સાડીઓમાં આકર્ષક લાગી રહી હતી. બંને સાડીઓમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ફર્સ્ટ લુકમાં સુહાના મસ્ટર્ડ યલો અને વ્હાઇટ સાડીમાં જોવા મળી રહી છે જેમાં પર્લ વર્ક અને તેના પર આકર્ષિત ભરતકામ છે. તે સાડીને ઑફ-શોલ્ડર બ્લાઉઝ સાથે સ્ટાઈલ કરે છે. બીજા લુકમાં સુહાના જાળીવાળી બ્લુ સાડીમાં ગ્લેમરસ દેખાઈ રહી છે અને ત્રીજા લુકમાં સુહાના મરુન ઓફ શોલ્ડર ગાઉનમાં સેક્સી પોઝ આપે છે.