જસદણ નજીક આવેલા હિંગોળગઢનો કિલ્લો વરસાદ પછી કુદરતની સોળે કળાથી મહેકી ઉઠ્યો છે. પ્રકૃતિએ શણગાર સજર્યો છે. લીલીછમ કંદરા જાણે આમંત્રણ આપી રહી હોય કે આવો કુદરતનાં ખોળે તેનું અનુપમ દ્રશ્ય લાગે છે. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હાય તેવો અનુભવ થઈ રહ્યો છે. આ અલૌકિક દ્રશ્ય આંખને ખૂબજ ઠંડક આપે છે. પર્યાવરણનું પ્રામાણીકતા પૂર્વક જતન કરવામાં આવે તો આવા દ્રશ્યો રોજીંદા બની જાય.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.