- ઠાકોરજી પધાર્યા મારે ઘેર
- રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોતમભાઈ રૂપાલાનું કરાયું વિશેષ સન્માન: સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો સહિત વૈષ્ણવો ખૂબ મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
રાજકોટ ન્યૂઝ : પુજારા ટેલિકોમ અને પુજારા પરિવાર દ્વારા શ્રીનાથજીની ઝાંખીનું ભવ્ય આયોજન તેમના ફાર્મ હાઉસ અદીરા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠિઓ, રાજકીય આગેવાનો સહિતના ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં શ્રીનાથજી ભગવાનના આઠ સમાન ના દર્શન નું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને ભક્તિ સંગીતના માધ્યમથી ઉપસ્થિત ભાવિક ભક્તો મંત્રમુગ્ધ થયા હતા. બીજી તરફ આ કાર્યક્રમમાં રાજકોટના ખ્યાતનામ ઉદ્યોગકારો તથા વિવિધ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ભક્તિમય વાતાવરણના સાક્ષી બન્યા હતા.
બીજી તરફ પુજારા પરિવાર અને પુજારા ટેલિકોમ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓને સન્માનિત કરાયા હતા અને આસવાદ વ્યક્ત કર્યો હતો તે તેઓ રાજકોટ થી જંગી લીડ થી જીતશે. શ્રીનાથજી ની ઝાંખી કાર્યક્રમમાં યોગેશભાઈ પુજારાએ પરસોતમભાઈ રૂપાલાના વખાણ કરતા જણાવ્યું હતું કે આ એકમાત્ર એવા નેતા છે કે જેની પાસે દરેક પ્રશ્નોનું સમાધાન છે ને કોઈ પણ વ્યક્તિ જો રૂપાલાજી નો સંપર્ક સાથે તો તેઓ નાસીપાસ થતા નથી. સાથોસાથ તેઓ જણાવ્યું હતું કે રાજકોટની ધરા, ખરા અર્થમાં ભાગ્યશાળી છે કે તેઓને ઉમેદવાર તરીકે પરસોતમ રૂપાલા મળ્યા છે.
પરસોતમભાઈ રૂપાલા એ પણ આ દિવ્ય કાર્યક્રમને બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે ભગવાન શ્રીનાથજી હર હંમેશ લોકોની વહારે રહ્યા છે અને ભગવાનના અનેકો ચમત્કાર છે કે જેનાથી તેઓ વાકેફ છે. એટલું જ નહીં તેઓએ ઉમેર્યું હતું કે ભારત દેશ શક્તિનું પૂજન કરનારો દેશ છે જ્યારે અમુક તત્વો કે જે દેશમાં જ વસવાટ કરે છે તે શક્તિ ની સામે પડ્યા છે. હાથમાં યોગ્ય ન કહી શકાય. તેઓએ ભરોસો અને આશા પણ વ્યક્ત કરી હતી અને અપીલ પણ કરી હતી કે ચૂંટણી સમયે પક્ષને માત્ર રાજકોટ વાસીઓનો સાથ અને સહકાર જ જોઈએ છે. ઉમેર્યું હતું કે આદિ અનાદિકાળથી ભારત દેશ સંસ્કૃતિનું પૂજન કરતો દેશ છે ત્યારે આ પ્રકારના આયોજન જે શહેરમાં થઈ રહ્યા છે તે શહેરની દિશા અને દશા પણ બદલશે.
ઠાકોરજી પધાર્યા મારે ઘેર નામના શ્રીનાથજી ઝાંખી કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા . આ કાર્યક્રમમાં વજુભાઈ વાળા, લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં મોબાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ કંપનીઓના માલિકો તથા ડિસ્ટ્રીબ્યુટર પણ હાજર રહ્યા હતા અને તેઓએ પણ પરષોત્તમભાઈ રૂપાલાનું સન્માન કર્યું હતું. પરસોતમભાઈ રૂપાલા એ પણ આ દિવ્ય કાર્યક્રમને બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે ભગવાન શ્રીનાથજી હર હંમેશ લોકોની વહારે રહ્યા છે અને ભગવાનના અનેકો ચમત્કાર છે કે જેનાથી તેઓ વાકેફ છે. એટલું જ નહીં તેઓએ ઉમેર્યું હતું કે ભારત દેશ શક્તિનું પૂજન કરનારો દેશ છે જ્યારે અમુક તત્વો કે જે દેશમાં જ વસવાટ કરે છે તે શક્તિ ની સામે પડ્યા છે.
હાથમાં યોગ્ય ન કહી શકાય. તેઓએ ભરોસો અને આશા પણ વ્યક્ત કરી હતી અને અપીલ પણ કરી હતી કે ચૂંટણી સમયે પક્ષને માત્ર રાજકોટ વાસીઓનો સાથ અને સહકાર જ જોઈએ છે. ઉમેર્યું હતું કે આદિ અનાદિકાળથી ભારત દેશ સંસ્કૃતિનું પૂજન કરતો દેશ છે ત્યારે આ પ્રકારના આયોજન જે શહેરમાં થઈ રહ્યા છે તે શહેરની દિશા અને દશા પણ બદલશે.
ઠાકોરજી પધાર્યા મારે ઘેર નામના શ્રીનાથજી ઝાંખી કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા . આ કાર્યક્રમમાં વજુભાઈ વાળા, લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં મોબાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ કંપનીઓના માલિકો તથા ડિસ્ટ્રીબ્યુટર પણ હાજર રહ્યા હતા અને તેઓએ પણ પરષોત્તમભાઈ રૂપાલાનું સન્માન કર્યું હતું.
પરષોતમભાઈ રૂપાલાના વિશેષ સન્માન માટે શ્રીનાથજી ઝાંખીનું કરાયું આયોજન: હિતેશ પટેલ (માર્કેટિંગ હેડ, પુજારા ટેલિકોમ)
પુજારા ટેલિકોમના માર્કેટિંગ હેડ હિતેશ પટેલે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, યોગેશભાઈ પુજારાના પુજારા ટેલિકોમ દ્વારા તેમના ફાર્મ હાઉસ ખાતે અનેક વખત સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરતા હોય છે ત્યારે જે આયોજન હાથ ધરવામાં આવ્યું તેની પાછળનું સૌથી મોટું કારણ એ જ છે કે રાજકોટના લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા નું સન્માન કરવામાં આવે. આ કાર્યક્રમને અનુલક્ષી તેમનું વિશેષ સન્માન પણ પૂજારા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.