- ઠેર ઠેર સામૂહિક યોગથી પારિવારિક ભાવનાનો માહોલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય યુગ પરંપરાને વૈશ્વિક ફલક પર ઉજાગર કરવાની મહેનત ફળી ભૂત થઈ હોય તેમ યુનેસ્કો દ્વારા 21 મી જૂન ના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી આજે ભારતની યોગ પરંપરા સમગ્ર વિશ્વએ અપનાવી ને વિશ્વ યોગ દિવસ ની ઉજવણીમાં દુનિયા આખી જોડાય છે ત્યારે સૌરાષ્ટ્રમાં આજે સવારે સામૂહિક યોગ સાધના માં તમામ વર્ગના લોકો હરખ ભેર જોડાયા હતા.
નાના મોટા ગામ શહેરો ઉપ નગરો પ્રાથમિક શાળા થી લઇ હાઈસ્કૂલ કોલેજો રાજ્ય સામાજિક કાર્યાલયથી લઈને જાહેર બગીચા અને ઐતિહાસિક સ્થળો પર્વતની ટોચ અને દરિયા કિનારે યોગ સાધના એક પારિવારિક માહોલ ઊભો કર્યો હતો.સૌરાષ્ટ્રમાં ગામે ગામ સામુહિક યોગ નાયોજનો થયા હતા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લાની યોગ ટીમ દ્વારા વન, કોર્ટ, જેલ, હોસ્પિટલ, સોસાયટીઓ સહીતની જુદી-જુદી જગ્યાઓએ યોગ કાર્યક્રમ કરી લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ઝાલાવાડના યુવાનોએ હટકે રીતે જમીન પર નહિ, પરંતુ પાણીમાં અનોખી રીતે યોગ કરીને નાગરિકોને સંદેશો પાઠવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધોળીધજા ડેમ ખાતે જિલ્લા યોગ કોર્ડીનેટર નીતાબેન દેસાઈ, લાલજીભાઈ કલોત્રાના માર્ગદર્શન હેઠળ 300 જેટલા યુવાનોએ ડેમના પાણીની અંદર જ જુદા-જુદા યોગાસન, પ્રાણાયામ કર્યા હતા. પાણીમાં યોગ કરવાના અનેક ફાયદાઓ છે. જે વ્યક્તિ જમીન ઉપર યોગ નથી કરી શકતા, તેઓને પાણીમાં યોગ કરવામાં ઘણી સરળતા રહે છે. પાણીમાં જતા જ શરીર હળવું થઈ જાય છે. જો શરીરમાં કોઈ જગ્યાએ દુ:ખાવો હોય તો પણ પાણીમાં યોગ સરળતાથી કરી શકાતા હોય છે. નાગરિકો યોગ પ્રત્યે જાગૃતિ કેળવે અને નિયમિતપણે યોગ કરે તે માટે સ્વંય અને સમાજ માટે યોગની થીમ સાથે 10માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ઉજવણી કરવા લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
આંકોલવાડી: તપોવન વિદ્યા સંકુલમાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી
તપોવન વિદ્યાસંકુલ – આંકોલવાડી (ગીર)માં વિશ્ર્વ યોગ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ. આ યોગ દિવસ નિમિતે આંકોલવાડી (ગીર) ગામે તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ વાડોદરીયા, તાલુકા મંત્રી તનસુખગીરી બાપુ, આંકોલવાડી ગામના અગ્રણી દાસભાઈ વઘાસીયા, આર્ટ ઓફ લિવીંગના યોગ શિક્ષક જે.ડી.તારપરા સાહેબ, તપોવન વિધા સંકુલના ટ્રસ્ટી રાજુભાઈ પાનેલિયા તથા ધો.6 થી 12 ના વિદ્યાર્થીઓ, સ્ટાફગણ તેમજ આંકોલવાડી ગામના ગ્રામજનો, આસપાસના ગામના ગ્રામજનો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.વિશ્ર્વ યોગ દિવસે યોગ ટ્રેનર તારાપરા દ્વ્રારા તેમણે સર્વે વાલીઓ, વિદ્યાર્થીઓને યોગ દિન નિમીતે યોગનું મહત્વ સમજાવી તેમજ દરેક યોગના ફાયદાઓ અને યોગ કેવી રીતે કરી શકાય તેની વિસ્તૃત માહિતી આપેલ હતી.આ વિશ્ર્વ યોગ દિવસે તપોવનના બાળકોએ વિવિધ યોગ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ દિવસે ઉપસ્થિત મહેમાનોનું અને વાલીઓની તપોવનના ટ્રસ્ટીઓ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.
અબતક,પ્રવિણ દોંગા, જામકંડોરણા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બહેનો દ્વારા ગ્રામ પંચાયત ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.મહિલા યોગ ટ્રેનર રશ્મિબેન બાલદા દ્વારા દરરોજ નિયમિત યોગની ટ્રેનિંગ આપવામાં આવે છે બહોળી સંખ્યામાં જામકંડોરણા ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં દરરોજ વહેલી સવારે યોગ કરવામાં આવે છે થોડી સંખ્યામાં બહેનો યોગમાં જોડાય છે યોગ દિવસની ઉજવણીમાં કર્મચારીઓ વેપારીઓ તેમજ જુદી જુદી સસ્તા સાથે જોડાયેલા લોકો તેમ સ્કૂલના વિદ્યાર્થીઓ એ યોગ ટ્રેનર સાથે મળીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યોગ ટ્રેન દ્વારા યોગ કરવાથી થતા ફાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
અબતક, ઋષિ મહેતા, મોરબી
મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલા આ આયોજનમાં જિલ્લા કલેકટર,એસપી,ધારાસભ્ય સહિતના આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ પોલીસ જવાનો એ ઉપસ્થિત રહી અને યોગ કર્યા હતા.મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ યોગ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નું લાઈવ પ્રસારણ,વડાપ્રધાન મોદી નું લાઈવ પ્રસારણ નિહાળી દરેક લોકોએ યોગ વિશે માહિતી મેળવી હતી જેમાં મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી,જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી,મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિત મોરબી જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ,તેમજ શાળાના બાળકો અને પોલીસ જવાનો મળી ને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
અબતક, રામસિંહ મોરી, સુત્રાપાડા
સુત્રાપાડા તાલુકા અને નગરપાલિકા દ્રારા વિશ્વ યોગ દિન ની ઉજવણી ર્ડો. ભરત બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડા ખાતે યોજાયેલ, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, સુત્રાપાડા મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર તથા નગર પાલિકા ના પ્રમુખ મનુભાઈ બારડ, ઉપ પ્રમુખ નરેશભાઈ તથા કર્મચારીઓં અને વિદ્યાર્થીઓં ભાઈઓં -બહેનો હાજર રહ્યા
અબતક, રણજીતસિંહ ધાંધલ, ચોટીલા
ચોટીલામાં ગાંધીબાગ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં પરંપરાગત આસનો કરી અને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી માં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી કર્મચારીઓ, ગામ ના આગેવાનો અને નાગરિકો જોડાયા હતા.
અબતક, જયેશ પરમાર, સોમનાથ
વિશ્ર્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવ મંદિર સાનિઘ્યે 10મો આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ યોગ દિન ની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ , ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અધિક કલેકટર રાજેશ આલ, જીલ્લા વિકાસ અધિકારી તેમજ વિવિધ સંસ્થાઓ તથા સ્કુલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ તેમજ જીલ્લાના વહીવટી તંત્ર સહિત વિવિધ ખાતાઓના કર્મચારીઓ, પદાધિકારીઓ તથા ધારાસભ્ય સહીત સૌએ ભાગ લીધો સ્ક્રીન ઉપર મુખ્યમંત્રીનું લાઇવ સંબોધન તેમજ ઉદબોધનો યોગનું મહત્વ સાંભળ્યું અને જાણકારી મેળવી યોગના આસનો કર્યા હતા.
અબતક,બી.એમ.ગોસાઇ/લોધિકા
રાજકોટ જિલ્લા ભાજપ કિશાન મોરચા દ્વારા યોગ દિવસ ની લોધિકા ખાતે કરવામાં આવેલ જેમાંજિલ્લા કિશાન મોરચા પ્રમુખ વિનુભાઈ ઠુમ્મર મહામંત્રી અનિરૂધ્ધસિંહ ડાભી રા.લો.સંઘ પૂર્વ વાઈસ ચેરમેન સંજયભાઈ અમરેલિયા તાલુકા કિશાન મોરચા મહામંત્રી પંકજભાઈ ખૂંટ ધીરજભાઈ વડોદરિયા કૌશિક ભાઈ રૈયાણી હિતેશભાઈ પાંભર લોધિકા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કિશોરભાઈ વસોયા શાળા ના શિક્ષક ગણ વિદ્યાર્થીઓ તેમજ કિશાન ભાઈઓ દ્વારા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી
અબતક,સંજય ડાંગર ધ્રોલ
આજરોજ ના આંતરરાષ્ટ્રીય 10 માં યોગ દિવસ નિમિત્તે ધ્રોલ કોર્ટમાં વકીલ મંડળ ના સભ્યો અને ધ્રોલકોર્ટ સ્ટાફ ના સંયુક્ત ઉપક્રમે હોસે હોશે વહેલી સવારથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
આ યોગ દિવસની ઉજવણીમાં યોગગુરૂ તરીકે જયંતીલાલ એન કાનાણી એડવોકેટ એ ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં ધ્રોલ કોર્ટના પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી કોટડીયા સાહેબ તેમજ સ્ટાફ તેમજ વકીલ મંડળના પ્રમુખ સંજયભાઈ નકુમ તેમજ બારના ભૂતપૂર્વ પ્રમુખ અશોકભાઈ વઘેરા,નરેન્દ્રભાઈ ચાવડા તેમજ હોદ્દેદારો તરીકે જીતુભાઈ ગોહિલ તેમજ જયેન્દ્રભાઈ રાઠોડ વગેરે વકીલમિત્રો આ કાર્યક્રમમાં હાજર રહી સહભાગી બનેલ હતા
અબતક, ચિરાગ રાજયગુરૂ, જુનાગઢ
’સ્વયં અને સમાજ માટે યોગ’ ના સંદેશ સાથે આજે જૂનાગઢનાં બહાઉદ્દિન કોલેજ પરિસરમાં જિલ્લા કક્ષાના 10માં ’વિશ્વ યોગ દિવસ’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જૂનાગઢનાં ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતીન સાંગવાન, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નાં વિદ્યાભવનનાં વડા, જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન સહિતના મહાનુભાવો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.
વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવતા સંજયભાઇ કોરડીયાએ જણાવ્યું કે, સરકાર ના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ અભિનંદન પાઠવું છું. તેમણે યોગાભ્યાસ પર ભાર મુકતાં કહ્યું કે, આપણા રોજિંદા નિત્યક્રમમાં યોગને સ્થાન આપી આપણા શરીરને સ્વસ્થ રાખી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ. પ્રત્યેક નાગરિક નિરોગી અને તંદુરસ્ત બનશે ત્યારે જ સ્વસ્થ સમાજ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થશે.