જ્ઞાનપુજન સમારોહમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું
સૌરાષ્ટ્રના સિંહણ પૂ.ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં જ્ઞાનપંચમીના પર્વ નિમિતે જ્ઞાનપૂજનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં સોનલબાઇ મહાસતીજીના મુખેથી ભવ્ય જ્ઞાનનો મહિમા તેમજ શ્રુતદેવ-શ્રુતદેવીના હંસવાહિનીના જાપ યોજાયા હતા. દરેક ભાઇ-બહેનોને જ્ઞાનપુસ્તકનું કેસર-ચંદનથી પૂજન કરાવવામાં આવ્યું. પૂ.સોનલબાઇ મહાસતીજીએ ખાસ ફરમાવ્યું કે આજની પાંચમ પંચમગતિ અપાવે તેવું કેવળ જ્ઞાન મેળવજો. જાતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન અને કેવળ જ્ઞાન મેળવવા હમેંશા તત્પર રહો તત્કાલ આરાધના કરો. આ સાથે મહાસતીજીએ આદેશ આપેલ કે દર પાંચમે 51 લોગસ્સનો કાઉસ્સગ, 51 વંદના, 51 નમો નાણંસ્સની માળા કરવાનો આદેશ આપેલ હતો બધા સાધકોએ ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં જ્ઞાનપંચમીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.
સોનલ સખી મંડળ, સોનલ સાહેલી ગ્રુપ, સોનલ સહારા ગ્રુપ, સોનલ સેવા ગ્રુપ, સોનલ શિશુ મંડળ બધાએ જ્ઞાનપૂજનમાં ખાસ ઉપસ્થિત રહી જ્ઞાનપૂજન કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે નિલેશભાઇ શાહ, જયેશભાઇ માવાણી, પ્રદિપભાઇ માવાણી, જયેશભાઇ સંઘાણી, ભૂપેન્દ્રભાઇ મહેતા, પ્રફૂલ્લભાઇ વોરા, રમેશભાઇ દોશી, વિમલભાઇ મહેતા, હિમાંશુભાઇ શાહ, જયભાઇ વોરા, પિયુષભાઇ ઉદાણી, આયુષભાઇ ઉદાણી, ધનરાજભાઇ ઉદાણી, હિતેશભાઇ દોશી, દિપકભાઇ, હિમાંશુભાઇ મહેતા સહિતના આગેવાનો-શ્રેષ્ઠીવર્યો સંઘના પદાધિકારીઓ હાજર રહી જ્ઞાનપૂજન કરી ધન્ય બન્યા હતા. જ્ઞાનપૂજન કરનાર દરેક આરાધકને રૂા.90/-ની પ્રભાવના આપવામાં આવી હતી.