ખાંડ શરીર માટે ખતરનાક છે, પરંતુ શેરડીમાંથી બનેલો ગોળ સૌથી વધુ ફાયદાકારક છે. આ એક એવી મીઠિ વસ્તુ છે. જે શરીરની અનેક સમસ્યાઓનો ઈલાજ છે. તેમજ તેનો ઉપયોગ અનેક પ્રકારની મીઠાઈઓ બનાવવામાં થાય છે.
બજારમાં અનેક પ્રકારના ગોળ ઉપલબ્ધ છે. પરંતુ શું તમે જાણો છો કે ગોળનું નિયમિત સેવન કરવાથી આપણને ઘણી બીમારીઓથી રાહત મળે છે.
ગોળ ખાવાથી કઈ બીમારીઓ દૂર થઈ શકે છે.
ગોળ પાચનથી લઈને લીવરની સફાઈ સુધીની દરેક બાબતમાં મહત્વનો ભાગ ભજવે છે. તેને “સુપરફૂડ સ્વીટનર” પણ કહેવામાં આવે છે. તેમજ વિશ્વના લગભગ 70 % ગોળનું ઉત્પાદન ભારતમાં થાય છે. ભારતમાં શેરડીમાંથી ગોળ બનાવવામાં આવે છે. જ્યારે ઘણી જગ્યાએ તે ખજૂરમાંથી પણ બનાવવામાં આવે છે. આ સાથે ભારતમાં હળવા બ્રાઉન ગોળને વધુ મહત્વ મળે છે. હેલ્થલાઇનમાં પ્રકાશિત અહેવાલ મુજબ તેમાં 70% થી વધુ સુક્રોઝ હોય છે. જે 5% ખનિજો અને 10% ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ધરાવે છે.
ગોળમાં વિટામિન B ગ્રુપ હોય છે. આ સિવાય તેમાં આયર્ન, કેલ્શિયમ, ઝિંક, ફોસ્ફરસ, કોપર અને અન્ય ઘણા ખનિજો ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત બજારમાં મળતો ખજૂરમાંથી બનતો ગોળ લો. તેમાં નેચરલ વિટામીન B મળશે. તેમજ ગોળ પાચન, રક્ત શુદ્ધિકરણ, ઉર્જા, વજન વધારવું, શરદી, ઉધરસ વગેરે જેવી અનેક બીમારીઓથી રાહત આપે છે.
ભારતમાં, ગોળને ભોજન પછી મીઠાઈ તરીકે ખાવામાં આવે છે, કારણ કે તે પાચન પ્રક્રિયાને સ્વસ્થ રાખે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો ગોળનું સેવન અવશ્ય કરો. તેમજ આ સિવાય જો તમને એનિમિયા હોય તો પણ ગોળનું સેવન કરો. દર 100 ગ્રામ ગોળમાં 11 મિલિગ્રામ આયર્ન હોય છે. આ સાથે જે લોકોને આયર્નની ઉણપ હોય તેમણે ગોળનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત લિવર ડિટોક્સિફિકેશન એટલે કે ગોળ તમારા લિવરમાંથી ઝેરી તત્વોને સાફ કરે છે. તેમજ ગોળ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.