Abtak Media Google News

Janmashtamiના તહેવારનું સૌરાષ્ટ્રમાં અનેરું મહત્વ હોય છે. દર વર્ષે તે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે ઉજવવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ભારે ભીડ અને ટિકિટ માટે લાંબા વેઇટિંગને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા આ સ્પેશિયલ ટ્રેન દોડાવશે.

ટ્રેનનો સમય અને રૂટ:

  • ટ્રેન નંબર 09453 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 25મી ઑગસ્ટ રવિવારે અમદાવાદથી સવારે 07.45 કલાકે ઉપડશે અને સાંજે 5:00 કલાકે ઓખા પહોંચશે.
  • જ્યારે ટ્રેન નંબર 09454 ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 26મી ઑગસ્ટ સોમવારે ઓખાથી સવારે 05.30 કલાકે ઉપડશે અને 3.00 કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા સ્ટેશન પર રોકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.