મહાનુભાવોનાં હસ્તે ૩૦ જેટલી વિજેતા બહેનોને ઈનામ અપાયા
ડી.એચ.કોલેજનાં મેદાનમાં સરગમ કલબ અને સરગમ લેડીઝ કલબ દ્વારા યોજાયેલા ગોપી રાસોત્સવની ગઈરાત્રે શાનદાર પૂર્ણાહુતી થઈ હતી. ગોપી રાસોત્સવનાં છેલ્લા દિવસનાં સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉમટી પડયા હતા. છેલ્લા દિવસે ફાઈનલ રાઉન્ડમાં ડો.વલ્લભભાઈ કથીરિયા (ચેરમેન ગૌ સેવા આયોગ), ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય), લાખાભાઈ સાગઠીયા (ધારાસભ્ય), ખોડીદાસભાઈ પટેલ (આર.કે.યુનિવર્સિટી), સ્મિતભાઈ પટેલ, નાથાભાઈ કાલરીયા, કાંતાબેન કથીરિયા, ભાવેશભાઈ બુશા, ઘનશ્યામભાઈ પરસાણા, જીતુભાઈ ગોસાઈ, નીલુબેન મહેતા, જસુમતીબેન વસાણી, ભાવનાબેન માવાણી, માયાબેન પટેલ, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, મહેમાનોનાં હસ્તે વિજેતા બહેનોને ઈનામો અપાયા હતા. આ મેગા ફાઈનલમાં ૩૦ બહેનોને પાંચ-પાંચ હજારનાં ઈનામો આપવામાં આવ્યા હતા.
આ નવરાત્રીમાં સિંગરો નિલેશ પંડયા, હેમંત પંડયા, સોનલ ગઢવી અને એનાઉન્સર રશ્મિબેન માણેક ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝિકલ મેલોઝનાં કલાકારો અને મનોજ રાચ્છ પ્રસ્તુત ઓર્કેસ્ટ્રા, પરમાર કિશોર મંડપ સર્વિસ, મહેતા લાઈટસ, અંબિકા સાઉન્ડ, સ્નેપ શોટ સ્ટુડિયો વગેરેનો સહયોગ પણ પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, સ્મિતભાઈ પટેલ, ખોડીદાસભાઈ પટેલ, કિરીટભાઈ આદ્રોજા, યોગેશભાઈ પુજારા, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચંદારાણા વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમજ સરગમ કલબ દ્વારા જાહેર જનતા માટે નવરાત્રી બાદ સાંસ્કૃતિક મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત આજે ડો.યાજ્ઞિક રોડ પર આવેલ ડી.એચ.કોલેજનાં ગ્રાઉન્ડમાં રાત્રે ૮:૦૦ કલાકે સરગમી દાંડિયારાસનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમ ફકત સરગમ કલબ, સરગમ લેડીઝ કલબ, સરગમ કપલ કલબ, સરગમ સિનિયર સિટીઝન કલબ તેમજ ઈવનિંગ પોસ્ટ પાર્કનાં સભ્યો અને આમંત્રિતો માટે યોજાશે. આ ઉપરાંત રાસ નિહાળવા માટે જાહેર જનતાને વિનામુલ્યે પ્રવેશ અપાશે તેમ સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, અરવિંદભાઈ દોમડિયા, મૌલેશભાઈ પટેલ અને મારવાડી એજયુકેશન ટ્રસ્ટનાં કેતનભાઈ મારવાડી, જીતુભાઈ ચંદારાણાની સંયુકત યાદીમાં જણાવાયું છે.