કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકે અને લોકો કોરોના વાયરસની મહામારી થી સુરક્ષીત રહે તે માટે વેકસીનેસન ઉપર વધુ ભાર મુકવામાં આવી રહેલ છે સરકાર દ્વારા દરેક નાગીરીક વેકસીન લઇ સુરક્ષીત બને અને અન્યને પણ સુરક્ષીત બનાવે તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહેલ છે તેની સાથે શહેર પોલીસ દ્વારા નાગરીકો વેકસીન લઇ સુરક્ષીત બને તેવા પ્રયાસો કરવામાં આવી રહેલ છે.
સરકાર દ્વારા જાહેર જીવનમાં ધંધા રોજગાર માટે નિયમોના ચુસ્તપતે પાલન સાથે છુટછાટ આપવામાં આવેલ છે લોકો પોતાના ધંધા રોજગારના સ્થળે તેમજ જાહેર જીવનમાં રોજીંદી કામગીરી સમયે એકબીજાના સંપર્કમાં આવતા હોય છે જેમા શહેરમાં આવેલ લારી, ગલ્લા, ઓટો રિક્ષા, ડિલેવરી બોય, શાક માર્કેટ ખાતે લોકો ખરીદી તથા અન્ય કામકાજ માટે જતા આવતા હોય છે અને જે લોકો અન્ય લોકોના સંપર્કમાં વધુ પ્રમાણમાં આવતા હોય છે જેઓ સુપરસ્પ્રેડર હોય જેથી તેઓ સુરક્ષીત રહે તો કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવી શકાય છે.
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા પહેલ કરી મહાનગરપાલીકા ની સયુંકત જોઇન્ટ એન્ફોરસમેન્ટ ટીમ બનાવવામાં આવેલ છે જેમા કુલ ૧૮ ટીમ બનાવવામાં આવેલ છે જેઓ દ્વારા શહેરમાં આવેલ લારી, ગલ્લા, ઓટો રિક્ષા, ડિલીવરી બોય, શાક માર્કેટ ખાતે વધુમાં વધુ વેકસીન લેવડાવવામાં આવે અને તેઓને વેકસીન લેવાથી થતા ફાયદાઓ બાબતે સમજાવી વેકસીન લેવડાવી સુરક્ષીત બનાવવા માટે એક મહા અભિયાન શરૂ કરવામાં આવેલ છે જેમાં શહેર પોલીસ દ્વારા લારી, ગલ્લા, ઓટો રિક્ષા, ડિલીવરી બોય, શાક માર્કેટ ખાતેથી વેકસીન લીધેલ ન હોય તેવા વ્યકિતઓને નજીકના રસીકરણ કેન્દ્ર ખાતે લઇ જવામાં આવે છે અને જયા તેઓને વેકસીન અપાવી પરત તેમના ધંધાના સ્થળે મુકી જવામાં આવે છે.
જેના કારણે તેઓ વેકસીન લેતા કોરોના વાયરસની મહામારીથી તેઓ સુરક્ષીત રહેશે અને તેના સંપર્કમાં આવનાર વ્યકિતઓ પણ સુરક્ષીત રહેશે શહેર પોલીસ તથા મહાનગરપાલીકાની જોઇન્ટ એન્ફોરસમેન્ટ ટીમો દ્વારા વેકસીનેશન મહા અભિયાનમાં તા.૧૦/૦૬/૨૦૨૧ થી આજદિન સુધીમાં લારી ગલ્લા વાળા ૩,૮૨૧, શાકમાર્કેટ તથા અન્ય ધંધાર્થીઓ ૪,૭૨૩, હોમ ડિલેવરી બોય ૩૮૪, ઓટો રિક્ષા ડ્રાઇવર ૧૩૮૧ એમ કુલ ૧૦,૩૦૯ વ્યકિતઓને વેકસીન અપાવામાં આવેલ છે જે કામગીરી હાલ પણ ચાલુમાં છે.
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ શહેરના લારી ગલ્લા વાળા, શાકમાર્કેટ તથા અન્ય ધંધાર્થીઓ, હોમ ડિલેવરી બોય, ઓટો રિક્ષા ડ્રાઇવર કુલ ૧૦,૩૦૯ વ્યકિતઓને વેકસીન અપાવવામાં આવેલ છે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે વેકસીન જે ખુબજ સુરક્ષીત છે વેકસીન લેવાથી કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ મળે છે જેથી તમામ લોકોએ વેકસીન લેવી તેમજ પોતાના સંપર્કમાં આવતા લોકો પૈકી કોઇએ વેકસીન લીધેલ ન હોય તેઓને વેકસીન ના ફાયદાઓ સમજાવી તેઓને પણ વેકસીન લેવડાવવા અપીલ કરવામાં આવે છે.