‘કાબે અર્જુન લુંટયા વહી ધનુષ વહી બાણ’

સુર્યકુમાર યાદવની અણનમ અડધી સદીની મદદથી મુંબઈએ મેચ પોતાના નામે કર્યો: આજે હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે એલીમીનેટર મેચ, વિજેતા સામે બીજી કવોલીફાયરમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટકરાશે

ઈન્ડિયન પ્રિમીયર લીગ-૧૨નાં પ્રથમ કવોલીફાયરમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને ૬ વિકેટે પરાજય આપી ૧૨મી મેએ હૈદરાબાદમાં રમાનારી ફાઈનલ માટેની ટીકીટ મેળવી લીધી છે. ખોટા શોટ સિલેકશનથી સુપર કિંગ્સની હાર થઈ છે ત્યારે મુંબઈનો ગઈકાલે ધમાકેદાર ફાઈનલમાં પ્રવેશ થયો છે જોકે ચેન્નઈ સુપર કિંગ્સને ફાઈનલમાં પહોંચવા માટે વધુ એક તક મળશે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાનારા એલીમીનેટરની વિજેતા સામે બીજી કવોલીફાયરમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટકરાશે.

ગઈકાલે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી ચેન્નઈએ ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૧૩૧ રન બનાવ્યા હતા જેનાં જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે સુર્યકુમાર યાદવની અણનમ અડધી સદીની મદદથી ૧૮.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૧૩૨ રન બનાવી મેચ પોતાનાં નામે કરી લીધી છે.

સુર્યકુમારે યાદવે ૫૪ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે ૭૧ રન બનાવી અણનમ રહ્યો હતો. ચેન્નઈને ત્રીજી ઓવરનાં પ્રથમ બોલમાં ઝટકો લાગ્યો હતો. રાહુલ ચહલે ફેફ ડુપ્લેસીને ૬ રને આઉટ કરી મુંબઈને પ્રથમ સફળતા અપાવી હતી ત્યારબાદ સેન વોટસન ૧૦ રન બનાવી આઉટ થયો હતો જોકે બાદમાં ધોની અને રાયડુએ ૫મી વિકેટ માટે ૪૮ બોલમાં અણનમ ૬૬ રનની ભાગીદારી નોંધાવી હતી. મુંબઈ તરફથી કૃણાલ પંડયા અને જયંત યાદવે એક-એક તથા રાહુલ ચહલે બે વિકેટ ઝડપી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.