બેગ્લોરના યશવંતપુરામાં રહેતા ૩૨ વર્ષના રિક્ષા ચાલક અગસર પાશાએ મધરાતે ૧૯ વર્ષની એક છોકરીનો ગેંગ રેપ થતો અટકાવીને બહાદૂરીનું કામ કર્યુ છે. લોકોની ચહેલપહેલવાળા યશવંત પુર રેલ્વે સ્ટેશન પર છોકરીઓને ખેંચીને લઇ જવામાં આવી રહી હતી. પરંતુ પાશાએ બીજા લોકોની જેમ ચુપચાપ તમાશો જોવાના બદલે છોકરીને બચાવવાનો નિર્ણય કર્યા.
પાશાને ખ્યાલ હતો કે તે એકલો ગુંડાઓ સામે નહિ ટકી શકે એટલે તેણે તરત જ પોતાના ત્રણ ફ્રેન્ડસને પણ છોકરીની મદદ કરવા માટે બોલાવી લીધા.
પાશાએ તેના મિત્રોને બોલાવ્યા અને છોકરીની શોધખોળ શ‚ કરી દીધી સાથે જ તેણે પોલીસ કંટ્રોલ‚મમાં ફોન કરીને પણ આ ઘટના અંગે જાણ કરી. તેમજ પાશાએ પણ જણાવ્યું કે ‘હું આ ત્રણેય આરોપીઓને ઓળખુ છુ તેમણે જે કર્યુ અને જાણ્યા બાદ તેમને મિત્ર કહેવામાં મને શરમ આવે છે. હું મારી રિક્ષામાં બેઠો હતો ત્યારે મે જોયુ કે બે જણે છોકરીના કઝિનને માર મારી રહ્યા હતા અને છોકરીને ખેંચીને લઇ જતા હતા અને તેણે આ બધુ જોઇએ ચુપચાપ રહેવાનો બદલે છોકરીને બચાવાનું નક્કી કર્યુ. અને આ ઘટના રાત્રે ૧૨.૪૫ આસપાસ બની હતી. પાશાની હિંમતને દાદ આપીને શહેરના પોલીશ કમિશ્નરે તેમની ઓફિસમાં પાશાનું બહુમાન કર્યુ હતું.