રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોષે સુરત સ્ટેશનેથી વિશેષ ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું: આ ટ્રેન 25 ઓગસ્ટે બન્ને બાજુએ રદ રહેશે
રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષે તાજેતરમાં સુરત સ્ટેશન ખાતે આયોજીત કાર્યક્રમમાં સુરત અને મહુવા વચ્ચે નવી શરૂ થયેલી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણી, સુરતના મેયર હેમાલી બોઘાવાલા, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યો વી.ઝાલાવાડીયા, અરવિંદભાઈ રાણા અને પ્રવિણભાઈ ઘુઘારી તેમજ અન્ય પશ્ર્ચિમ રેલવેના મુખ્ય ચિફ કોમર્શીયલ મેનેજર રાજકુમાર લાલ અને અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સાંસદ નારણભાઈ કાછડીયાએ વીડિયો લીંક દ્વારા આ કાર્યમાં ભાગ લીધો હતો.
પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી સુમીત ઠાકરની યાદીમાં જણાવ્યા મુજબ આ પ્રસંગે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના વિભાગીય રેલવે મેનેજર જી.વી.એલ. સત્યકુમારે સુરત સ્ટેશન પર ઉપસ્થિત તમામ મહેમાનોના સન્માનમાં સ્વાગત પ્રવચન આપ્યું હતું. રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ ત્યારબાદ સાંસદ નારણભાઈ કાછડીયાએ વીડિયો લીંક દ્વારા સમારોહને સંબોધન ર્ક્યું હતું. સમારોહમાં સંબોધન કરતી વખતે દર્શનાબેન જરદોષે રેલવે વિશે તેમના મહત્વના વિચારો અને દ્રષ્ટિકોણો રજૂ ર્ક્યા હતા.
બાદમાં સ્પેશિયલ એક્સપ્રેસની સેવાને લીલીઝંડી બતાવી સુરતથી પ્રસ્થાન કરાવ્યું હતું.આ અંગે ઠાકુરે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરત, મહુવા સ્પેશિયલ એક્સપ્રેસ તેની નિયમીત સેવા તરીકે સુરતથી બુધવાર અને શુક્રવાર સિવાય તમામ દિવસોમાં 22 કલાકે ઉપડશે. અને બીજા દિવસે 9:05 કલાકે પહોંચશે. આ ટ્રેન આવતીકાલ તા.21 ઓગસ્ટ શનિવારથી નિયમીત ચાલશે. તેવી જ રીતે મહુવા-સુરત સ્પેશિયલ એક્સપ્રેસ ગુરૂવાર અને શનિવાર સીવાય તમામ દિવસોમાં મહુવાથી 19:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 6:35 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન આજથી નિયમીત દોડશે.
આ ટ્રેન વડોદરા-અમદાવાદ-વિરમગામ-સુરેન્દ્રનગર ગેઈટ-બોટાદ જંકશન-ધોળા જંકશન-ઢંસા જંકશન, સાવરકુંડલા અને રાજુલા જંકશન સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, સ્લીપર કલાસ અને સેક્ધડ કલાસ સીટીંગ કોચ હશે. મુસાફરો નોંધ લે કે, સુરત-મહુવા સુપર ફાસ્ટ એક્સપ્રેસ 25 ઓગસ્ટના રોજ બન્ને બાજુએ રદ્દ રહેશે. આ ટ્રેનની નિયમીત ટ્રીપનું બુકિંગ નિયુક્ત પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઈટ પર ખુલ્લુ છે. આ ટ્રેનમાં માત્ર ક્ધફર્મ ટીકીટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.