• અમેરિકાને 19.5 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ: વેસ્ટ ઈન્ડીઝે 10.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો: સેમી ફાઇનલમાં વિન્ડિઝની આશા હજુ જીવંત

સુપર-8ની છઠ્ઠી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે અમેરિકાને 9 વિકેટે હરાવ્યું છે. બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં શનિવારે વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને અમેરિકાને 19.5 ઓવરમાં 128 રનમાં આઉટ કરી દીધી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 10.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શાઈ હોપે 39 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી. નિકોલસ પૂરને 12 બોલમાં 27 રન બનાવ્યા હતા. અમેરિકા તરફથી એકમાત્ર વિકેટ હરમીત સિંહને મળી હતી. આ જીત સાથે જ વેસ્ટ ઈન્ડિઝે સેમિફાઈનલની આશા જીવંત રાખી છે. હવે તેમનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે છે. સા. આફ્રિકા આ વર્લ્ડ કપમાં હજુ સુધી હાર્યું નથી. તો બીજી તરફ પહેલીવાર ઝ20 વર્લ્ડ કપ રમી રહેલી એસોસિયેટ નેશન એવી અમેરિકાની ટીમ ટોપ-4ની રેસમાંથી બહાર થઈ ગઈ છે.અગાઉ, અમેરિકા તરફથી એન્ડ્રીસ ગૌસે 29, નીતિશ કુમારે 20, મિલિંદ કુમારે 19 અને અલી ખાને 14 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડીઝ તરફથી આન્દ્રે રસેલ અને રોસ્ટન ચેઝે 3-3 વિકેટ ઝડપી હતી. અલ્ઝારી જોસેફે 2 વિકેટ લીધી હતી. ગુડાકેશ મોતીને એક વિકેટ મળી હતી. મિલિંદ કુમાર રન આઉટ થયો હતો.વેસ્ટ ઈન્ડીઝની ટીમ બે વખત ઝ-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે. અમેરિકા પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહ્યું છે.

વિશ્ર્વ ક્રિકેટમાં અમેરિકા ડંકો વગાડવા સજ્જ

ચાલુ વર્ષે ટી20 વર્લ્ડકપની લીગ મેચો અમેરિકાના ન્યુયોર્કમાં રમાઈ હતી. યજમાની કરતુ અમેરિકાએ પ્રથમ વખત પોતાની ટિમ ઉતારી હતી. યુએસએ અપસેટ સર્જતાં પોતાના પ્રથમ લીગ મેચમાં જીત સાથે , પાકિસ્તાનને પણ હાર અપાવી મોટો અપસેટ સર્જ્યો હતો.અમેરિકાની ટીમમાં ચાર ખેલાડીઓ મૂળ ભારતના છે. અમેરીકાની ટીમમાં એક ગુજરાતી નહીં, પરંતુ બે ગુજરાતીનો જલવો જોવા મળ્યો છે.આજે સુપર 8 મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝ સામે યુએસએ હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે અમેરિકાની ટિમને જોતા તો લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં વિશ્વ ક્રિકેટમાં અમેરિકા ડંકો વગાડવા સજ્જ છે.

સુપર 8: રસાકસી પૂર્ણ રહેલ ઈંગ્લેન્ડ સામેનો મેચ આફ્રિકાએ જીતી

સાઉથ આફ્રિકાએ ટી20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડમાં સતત બીજી જીત હાંસલ કરી છે. આફ્રિકન ટીમે શુક્રવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું હતું. સેન્ટ લુસિયાના ડેરેન સેમી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઝડપી શરૂઆત બાદ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 163 રન જ બનાવી શકી હતી. ટીમે પાવરપ્લેમાં વિના નુકશાન 63 રન બનાવ્યા હતા અને એકપણ વિકેટ ગુમાવી ન હતી. ક્વિન્ટન ડી કોકના આઉટ થયા બાદ બેટર્સે મિડલ ઓવરોમાં ધીમી ગતિએ રન બનાવ્યા હતા. મિલરે સ્કોર 150ને પાર કરાવ્યો હતો. એક સમયે ટીમ 200 રન સુધી પહોંચે તેવું લાગતું હતું. ઇનિંગની શરૂઆત કરવા આવેલા ક્વિન્ટન ડી કોકે 38 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી. તેણે 171.05ની સ્ટ્રાઈક રેટથી 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી રન બનાવ્યા. મિલરે 43 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. રન ચેઝમાં ઇંગ્લિશ ટીમે 61 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી લિયામ લિવિંગ્સ્ટન અને હેરી બ્રુકે 42 બોલમાં 78 રનની આક્રમક ભાગીદારી કરીને ઈંગ્લિશ ટીમને મેચમાં લાવી હતી. ત્યાર બાદ છેલ્લી 3 ઓવરમાં કાગિસો રબાડા, માર્કો યાન્સેન અને એનરિચ નોર્કિયાએ ઇંગ્લેન્ડને 20 ઓવરમાં 156 રન પર રોકી દીધું હતું. ત્રણેયએ મળીને 18 બોલમાં 25 રન ડિફેન્ડ કર્યા હતા. બ્રુકે 37 બોલમાં 53 રન અને લિવિંગસ્ટને 17 બોલમાં 33 રન બનાવ્યા હતા, પરંતુ ટીમને જીત તરફ દોરી ન શક્યા.

આજે ભારત તેનું વિજય અભિયાન જારી રાખવા આતુર

ભારતે ગુરુવારે ટી-20 વર્લ્ડ કપના સુપર-8માં અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું હતું. આ સાથે જ ભારતની સેમિફાઈનલમાં પહોંચવાની આશા મજબૂત થઈ ગઈ છે. બીજી તરફ અફઘાનિસ્તાને હવે સેમિફાઈનલમાં પહોંચવા માટે છેલ્લી બે મેચ જીતવી પડશે. ભારત તેનું વિજય અભિયાન જારી રાખવા આજે બાંગ્લાદેશ સામે ઉતરશે. અત્યારસુધી ભારતે બાંગ્લાદેશ સામે 13 ઝ20 રમી, 12 જીત્યા અને માત્ર એક હાર્યું. બાંગ્લાદેશને હરાવીને ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચવાની દાવેદાર બની જશે.

ભારતના ત્રણ લેફ્ટઆમ સ્પિનરો જાદુ કરી બતાવશે?

ભારત આજે પોતાનો સુપર 8નો બીજો મુકાબલો અફઘાનિસ્તાન સામે રમશે. અપરાજિત ભારતીય ટિમે સુપર 8ના પ્રથમ મુકાબલામાં ત્રણ લેફ્ટઆમ સ્પિનરો મેદાનમાં ઉતાર્યા હતા.વેસ્ટઇંડીઝની પીચ પર સ્પિનરોની બોલબાલા રહી છે. અત્યાર સુધીના મેચમાં સ્પિનરોને પણ ખાસ મદદ મળી રહી છે. ત્યારે ભારતના ત્રણ લેફટ આમ સ્પિનરો જાડેજા, અક્ષર અને કુલદીપ આગળના તમામ મેચોમાં જાદુ કરી બતાવશે કે કેમ? તે જોવાનું રહેશે.સુપર-8માં પ્રથમ મેચ હાર્યા બાદ અફઘાનિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા ઠગારી નીવડી છે. હવે ટીમે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સામેની બંને મેચ જીતવી પડશે. આ 2 મેચ જીત્યા બાદ પણ અફઘાનિસ્તાને સેમિફા ઈનલમાં પહોંચવા માટે અન્ય ટીમ કરતા પોતાનો રન રેટ સારો રાખવો પડશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.