આચાર્યની બદલી રોકવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
ધોરાજી તાલુકા નાં સુપેડી ગામ ની સુપેડી ક્ધયા પ્રાથમિક શાળા તથા તાલુકા કુમાર શાળા નાં આચાર્ય એવાં ફાલ્ગુની યાદવ તથા ભાવેશભાઇ ડઢાણીયા ની હાલ અચાનક સરકારી કચેરી મારફત બદલી કરવામાં આવેલ છે જેથી આ અચાનક બદલી કરવામાં આવતાં વાલીગણ તથા વિદ્યાર્થી આલમમાં તથા સુપેડી ગામ માં આ અચાનક બદલી ને કારણે રોષ ભભૂકી ઊઠ્યો છે કારણકે અચાનક બદલી કરાતાં અંદાજે ચાર થી પણ વધારે વિદ્યાર્થી ઓ ભવિષ્ય અંધકાર મય બન્યુ છે અને અધવચ્ચે આ ચાલું સત્ર હોય ત્યારે આ બન્ને આચાર્ય શ્રી ઓ ની કામગીરી અને કાર્યપધ્ધતિ સરાહનીય અને વખાણવા લાયક છે અને ભૌગોલિક થી વાકેફ હોય વહીવટ પણ સારો હોય શિક્ષણ નાં હિત માટે બાળકો નાં ઉજ્વળ ભવિષ્ય માટે આવાં કર્મી ઓ મળવા મુશ્કેલ છે જેથી આજરોજ સુપેડી ગામ નાં આગેવાનો કાર્યકર્તા ઓ વિદ્યાર્થી ઓ વાલીઓ તથા સમાજ નાં અગ્રણી ઓ દ્વારા આ બન્ને આચાર્યઓની બદલી ના વિરોધમાં અને બન્ને આચાર્ય શ્રી ઓ નાં સમર્થન માં બન્ને શાળા ઓમાં તાળાં બંધી કાર્યક્રમ યોજાયો હતો અને ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવવા માં આવેલ હતું અને આ સુપેડી નાં આચાર્યો ને સુપેડી ગામ માં જ કાર્યરત રાખવામાં આવે તેવી માંગ કરી હતીં અને આગામી દિવસોમાં જો યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી