પૂ.પ્રવચન પ્રભાવક મુનિરાજ જયપ્રભવિજયજી ( જે.પી.ગુરૂજી ) મ.સા.તથા સાગરાનંદ સમુદાયનાં .પૂ.સાધ્વીજી ભગવંતો શ્રી વિપુલયાશ્રીજી મ.સા.આદી થાણા અને શાસનસમ્રાટ સમુદાયનાં સાધ્વીજી ભગવંતો હી ઇન્દ્રયશાશ્રીજી મ.સા.આદી થાણા … જાજરમાન રથયાત્રાનો રૂટ : – રવિવાર તા . 8-10-23 નાં સવારે 8.30 કલાકે શ્રી મણીયાર દેરાસર – ચૌધરી હાઇસ્કુલ સામેથી આરંભ થશે જે જયુબેલી , પરાબજાર, ઢેબર ચોક, મ્યુ . ચોક, આશાપુરા રોડ , પેલેસ રોડ , કોઠારીયા નાકા , સોનીબજાર થઇ , સુપાર્શ્વનાથ જિનાલય , માંડવીચોક દેરાસર ઉતરશે .
તેમજ સ્વામી વાત્સલ્ય સંઘ જમણ માંડવી ચોક જિનાલય ( દાદાવડી ) 11.00 થી 2.30 સુધી મુખ્ય પ્રમુખ સંઘપતિ: પૂ.દાદા ગુરુદેવ આચાર્યદેવ વિજયનયપ્રભ સુરીશ્વરજી મ.સા.નાં શિષ્યરત્ન જે.પી.ગુરૂદેવના ગુરુભકતો પરિવારની પધારામણી તેમજ નામી – અનામી દાતાઓનાં સાથ સહકારથી રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય સંઘજમણનું સમસ્ત રાજકોટનાં મૂર્તિપૂર્જક જૈનોનું આયોજન કરવામાં આવેલ છે .
મૂર્તિપુજક જૈનસંઘના શ્રાવક-શ્રાવિકાઓનું સ્વામી વાત્સલ્ય સંઘ જમણ
જાજરમાન રથયાત્રાની અનેરી ઝલક રાજકોટનાં દરેક દેરાસર (મૂર્તિપૂજક જૈન સંઘો) નાં ઘોડીયા પારણાનાં લાભાર્થી પરિવાર માટે અલગ બગીની , સાધુ – સાધ્વીજી ભગવંતોની રથયાત્રામાં વિશેષ ઉપસ્થિતિ રહેશે, 108 કળશધારી બહેનો – રથયાત્રાને શુકન કરાવશે . રાજમાર્ગનાં ચોકે ચોકે રથયાત્રાનું દરેક સમાજ દ્વારા સ્વાગત તથા સરબતની વ્યવસ્થા – રંગોળીની વિશિષ્ટ સજાવટ . બાળકો વિશિષ્ટ વેશભુષામાં હાજરી આપશે . પ્રભુજી રમણીય આકર્ષક ચાંદીના રથમાં બિરાજમાન થઇ , રથયાત્રામાં ભાવિકોને દર્શન આપશે . શાસન ધ્વજ – રથયાત્રાની આગેવાની કરશે . અજંતા બેન્ડ , ડીસા ઉપરાંત રાજકોટનું બેન્ડ પણ ભાવિકોના મન મોહી લેશે .
પર્યુષણ પર્વના કર્તવ્યરૂપે રથયાત્રા તથા શ્રી સંઘ સ્વામી વાત્સલ્યમાં દરેક જૈન હાજર રહી રથયાત્રામાં જોડાય તેવી રાજકોટનાં સમસ્ત સંઘોનાં પ્રમુખો હોદેદારોની અપીલ કરી છે. પરંપરાગત આયોજિત આ સંઘજમણ તથા રથયાત્રાની તૈયારીનો ઘમઘમાટ રાજકોટ જૈન તપગચ્છ સંઘમાં થઇ રહેલ આ માટે સમગ ટ્રસ્ટી મંડળ કારોબારી મંડળ તથા મણીયાર જિનાલય – જાગનાથ જિનાલય તથા પટણી જિનાલયના સર્વે કારોબારી સભ્યો તનતોડ મહેનત કરી રહ્યાં છે . આ જાજરમાન રથયાત્રા તથા સંઘજમણમાં રાજકોટનાં જૈનોને ઉમટી પડી શાસન શોભા વધારવા પધારવા પ્રમુખ જીતુભાઇ ચા વાળા , પંકજભાઇ કોઠારી, કેતનભાઇ વોરા, જયેશભાઇ દોશી , શ્રેણીકભાઇ દોશી તેમજ સમગ્ર ટ્રસ્ટી તથા કારોબારી સભ્યોની જહેમત ઉઠાવશે.