અબતક, દ્વારકા
દ્વારકા શારદાપીઠના પીઠાધીશ્ર્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વરુપાનંદજીએ દેહત્યાગ કરી શિવ સ્વરુપમાં લીન થતાં તેઓની ચીરવિદાય થી જ્ઞાનનો સુર્ય અસ્ત થઇ ગયો.
સમાજમાં શ્રીમદ્દ શંકરાચાર્યની પદવી વિશે મોટાભાગના લોકો અજાણ હોય છે તેઓને એક સાધુસંત કે એથી આગળ મહંત માને છે.
ખુબજ ઓછા લોકો શંકરાચાર્યના મહીપદ વિશે જાણવા હશે. આ પદવી કોઇ રાજયસભાના સભ્ય માફક મળતી નથી શંકરાચાર્યજી વિશ્ર્વના તમામ સંપ્રદાય વિશે તેઓનો હેતુ તથા ઉંડી સમજ ધરાવતા હોય છે સંસ્કૃત સહિત અંગે્રજી- હિંદી સહિત એક ભાષાના તેઓ વ્યાકારણ આપ્યા ઉચ્ચારણા સાથે નંબર વન જાણકાર હોય છે.
મન અને બુઘ્ધિ ને ખામોશ કરી દે એવા ગુઢ વ્યાકરણ ના સમુહ વેદનું પ્રાથમિક વાંચન મુશ્કેલ છે. એવા ચાર વેદાના ખુબ ખુબ ઉંડા અશ્યાશું વિશ્ર્વ ના તમામ વિષયોનું અમૃતમયી જ્ઞાન આ વેદમાં સંકળાયેલું છે.
આવા અધરા વેદની વિદ્વતામાં સારા યૈ વિશ્ર્વમાં કોઇ શારથાર્ય કરી શકે નહી એવા ધર્મધુરંધર ઉપરાંત આજીવન બ્રહ્મચારી ખુબ જ નાની વયમાં પરિવાર ને અલવિદા કરી મોહ માયાને કચડી ઇન્દ્રીયો પર વિજય પ્રાપ્ત કરવાની અસ્ખલીત દૈવી કૃપા પ્રાપ્ત કરનારા ભગવાન શિવના માનસ પુત્ર જેવા આ મહાનુભાવ જપ, તપ, જ્ઞાન વિજ્ઞાન ત્યાગ અને ઇન્દ્રીયોવિજેતા નો એક તેજ પુંજ એટલે શ્રી શંકરાચાર્યજીનું સ્થાન જે માત્ર ભારત જ નહિ બલ્કે વિશ્ર્વના સર્વોચ્ચ સ્થાન પર તેઓની તપસ્વીતાથી બીનહરીફ છે. (એકો હમ દ્રિતીયો ના સ્તી) કોઇ વિદ્યાર્થી વિદ્યાને પવિત્રનો પૂર્વક મેળવી સર્વોચ્ચ સ્થાન કરવા ઇચ્છે તો કોઇ યુનિવર્સિટી કે પાઠશાળામાં જવાની જરુરીયાત નથી પણ આ પ્રકાશ પુંજની ચીર વિદાય જ્ઞાનીઅને નિરાશ કરનાર છે.
ત્યારે ખંભાળીયા વિવિધ મહાનભાવો દ્વારા તેઓને હ્રદયાંજલી આપવામાં આવી છે જેમાં પૂર્વ પ્રિન્સીપાલ જે.કે. જોશી, રમીક અદા ભટ્ટ, ડો. સુભાષ ભટ્ટ, નિર્મળાબેન ગોકાણી, ચંદ્રીકાબેન રાવલ, મનુભાઇ કાનાણી, પ્રવિણકાકા માણેક, દિનેશભાઇ ગણાત્રા, યુ.કે. ગણાત્રા ફાઉન્ડેશન, રમેશભાઇ નકુમ, જયદિપકુમાર જોશી, ધર્મેન્દ્રભાઇ ઠાકર, હર્ષદભાઇ ભટ્ટ, રાજુભાઇ વ્યાસ, બાલુભાઇ જોશી, કિશોરભાઇ ભટ્ટજી, વશરામભાઇ ટાંક, ઉતમભાઇ શુકલ પ્રણવભાઇ શુકલ, અરુણભાઇ બચ્છા, હિંમાશુ પંડિત વગેરે દ્વારા ભાવાંજલી આપવા સાથે વિઘાર્થી કે વિઘાર્થીનીઓને આવા સવોત્તમ ધર્મધુરંધરા માંથી બોઘ્ધ પાઠ લેવા અપીલ કરી છે.