મંગળ ભૂમિના કારક છે અને વૃષભ રાશિ એ સંશાધનની રાશિ છે અને મંગળ હાલમાં ત્યાં થી પસાર થઇ રહ્યા છે ત્યારે જ ભારતમાં થી લિથિયમનો મોટો જથ્થો પ્રાપ્ત થયો છે જે આગામી દિવસો માં ભારતની પ્રગતિ સુનિશ્ચિત કરે છે જે વિષે અત્રે લખી ચુક્યો છું તો હાલના ગોચર ગ્રહો પાકિસ્તાન માટે સારા નથી અને ના વિચારી હોય તેવી બાબતો ત્યાં બની શકે છે જે સંકેત ગ્રહો આપી રહ્યા છે.
બીજી તરફ ગ્રહોના રાજા સૂર્ય મહારાજ ૧૩ ફેબ્રુઆરીના કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે રાશિ મુજબ જોઈતો મેષને શુભ પરિણામ આપે છે જયારે વૃષભને વ્યવસાયમાં પ્રગતિ કરાવનાર બને છે તો મિથુન રાશિને નવી તક આપનાર બનશે પરંતુ કર્ક રાશિ માટે એક માસ કસોટીજનક રહેશે જયારે સિંહ રાશિના મિત્રોએ દામ્પત્ય અને જાહેરજીવનમાં કાળજી રાખવી પડશે તો કન્યાના જાતકોએ જીવનમાં નિયમિતત્તા જરૂરી બનશે.
જયારે તુલના મિત્રો માટે આ ભ્રમણ સારું રહેશે તો વૃશ્ચિકના મિત્રો પણ આ ભ્રમણમાં ધાર્યા કામ પર પાડી શકશે અને ધન રાશિના જાતકો નવા સાહસ કરી શકશે જયારે મકરના મિત્રોને મધ્યમ સમયનો અનુભવ થશે તો કુંભના જાતકોને પાવર મળશે પણ તેના થી ઘણો વિરોધ ઉભો થતો જોવા મળશે જયારે મીનના જાતકોને આ માસમાં થોડી પ્રતિકૂળતા જણાશે.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨