- 16 રનથી વધુની એવરેજથી રમી હૈદરાબાદે 10 વિકેટે વિજય મેળવ્યો
- ટ્રેવિસ હેડ અને અભિષેકની વિસ્ફોટક રમતથી લખનવનો સુકાની રાહુલ દંગ
આઇપીએલ 2024માં ગઈ કાલે સનરાઇઝર્સ હૈદરબાદે ફરી તેમના અસલી અંદાજમાં મેદાન ગજવતા ચોગ્ગા-છગ્ગાના વરસાદ સાથે આઇપીએલ અને ટી20 ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચી દીધો હતો. લખનઉ સુપર જાયન્ટ્સએ આપેલા 166 રનના ટાર્ગેટને હૈદરબાદના આોપનરોએ માત્ર 9.4 જ ઓવરમાં હાંસિલ કરીને 10 વિકેટથી ટનાટન વિજય મેળવીને પ્લે-ઑફમાં સ્થાન મહદઅંશે સુનિશ્ચિત કરી લીધું હતું. આ જીત સાથે હૈદરાબાદ 14 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. લખનઉ છઠ્ઠા નંબરે ધકેલાઈ ગયું હતું અને નેકસ્ટ રાઉન્ડ માટે હવે તેમની રાહ મુશ્કેલ બની ગઈ હતી.
લખનઉના કેપ્ટન રાહુલે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પણ તેમની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને પાવર-પ્લેમાં માત્ર 27 રન જ બનાવી શક્યા હતાં અને ઓપનર ક્વીન્ટન ડિકોક 2 રન અને માર્કસ સ્ટોઇનિસ 3 રન જ બનાવી શકી હતી અને વિકેટ પણ ગુમાવી દીધી હતી. કેપ્ટન રાહુલે 33 બોલમાં 29 રનની ખૂબ જ ધીમી ઇનિંગ્સને લીધે લખનઉના સ્કોરને બ્રેક લાગી ગઈ હતી અને ટીમની એક સમયે 11.2 ઓવરમાં 4 વિકેટે 66 રનની દયનિય હાલત થઈ ગઈ હતી. જોકે નિકોલસ પૂરન 26 બોલમાં અણનમ 48 રન અને આયુષ બદોની 30 બોલમાં 55 રન વચ્ચે પાંચમી વિકેટ માટે 99 રનની અણનમ પાર્ટનરશીપને લીધે લખનઉ સન્માનજનક 166 રન સુધી પહોંચી શક્યું હતું.
167 રનના ટાર્ગેટને હૈદરાબાદના ઇનફોર્મ ઓપનરો ટ્રેવિસ હેડ 30 બોલમાં 8 સિક્સર અને 8 ફોર સાથે અણનમ 89 રન અને અભિષેક શર્મા 28 બોલમાં 6 સિક્સર અને 8 ફોર સાથે અણનમ 75 રનએ પાવર-પ્લેમાં 107 રન અને માત્ર 9.4 ઓવરમાં વિના વિકેટે 167 રન ફટકારીને કમાલની રેકોર્ડ-બ્રેક જીત મેળવી હતી. માત્ર 45 મિનિટમાં જ હૈદરાબાદની પેમેન્ટ 16 રનથી વધુની એવરેજ થી હૈદરાબાદને 10 વિકેટે મહાત આપી પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેખાડ્યું હતું. જોવાની વાત તો એ છે કે 166 રન ના લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે 148 રન તો બાઉન્ડ્રી ફટકારીને જ મેળવ્યા હતા.
આઈપીએલ 17માંથી પ્રથમ બહાર નીકળતી ટીમ મુંબઇ ઇન્ડિયન્સ
પાંચ વખતની આઇપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ 17મી સિઝનના પ્લેઓફમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. લખનૌ સુપરજાયન્ટ્સ સામે સનરાઇઝર્સની જીત સાથે, મુંબઈનું નામ પોઈન્ટ ટેબલમાં વધુ દૂર થઈ ગયું છે. વાસ્તવમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ આઇપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં દરેક 16 પોઈન્ટ સાથે ટોપ પર છે. હવે સનરાઈઝર્સ ટીમ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આનો અર્થ એ થયો કે મુંબઈ ઈન્ડિયન્સ હવે આ ત્રણેય ટીમોને હરાવી શકશે નહીં. હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી 12 મેચ રમીને માત્ર 8 પોઈન્ટ જ બનાવી શકી છે. મુંબઈની લીગ તબક્કામાં માત્ર બે મેચ બાકી છે. આવી સ્થિતિમાં, જો મુંબઈ તેની બંને મેચ જીતી જાય તો પણ તે માત્ર 12 પોઈન્ટ જ મેળવી શકશે. આવી સ્થિતિમાં અન્ય ટીમોના પોઈન્ટનું સમીકરણ એવું બને છે કે મુંબઈ કોઈપણ સંજોગોમાં અંતિમ ચારમાં પહોંચી શકશે નહીં.