ટોર્ક ફાર્માસ્યુટિકલના નવલા નઝરાણા સમા ઉત્પાદનની બ્રાંડ એમ્બેસેડર બની બોલીવૂડ તારીકા: ‘જલ’ની એડ ફિલ્મમાં પણ કામ કર્યું

સન્ની લિઓનીએ જલ નેચરલ મિનરલ વોટરનું લોન્ચિંગ કર્યું હતુ આર.જે. સુરેને ઈવેન્ટને હોસ્ટ કરી હતી જલ મિનરલ વોટર ફાર્મા કંપની ટોર્કનું ઉત્પાદન છે જે નવલુ નઝરાણું થઈ ગયું છે. અને એકટ્રેસ સન્ની લીઓનીના હસ્તે લોકો સમક્ષ પ્રસ્તુત કરાયું હતુ.

સન્ની લીઓની જલ મિનરલ વોટરને એન્ડોર્સ કરી રહી છે. તેણે કહ્યું કે જલની એડફિલ્મ કરવામા મને ખૂબજ મજા આવી શુટિંગના બદલે પિકનિક હોય તેવું વાતાવરણ હતુ ટોર્ક ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈવેટ લિમિટેડના એમ.ડી. અને ફિલ્મ કીડા પ્રોડકશન્સ ચેરમેન પી.એસ. ચટવાલે જણાવ્યું હતુ કે જલ એક એવું મિનરલ વોટર છે જે ગ્રાહકોને ખરેખર ફાયદાકારક છે. અમે આ પ્રોડકટ બજારમાં લાવવા માટે હાર્ડ વર્ક કર્યું છે.

તેમણે આગળ જણાવ્યું કે ૧૦૦૦ ફીટ ઉંડેથી અમેરિકી કંપનીની મદદથી મિનરલ વોટર હિમાલયામાંથી ખેંચી લાવ્યા છીએ અમને ગર્વ છે કે અમે એક એવી પ્રોડકટ સાથે જોડાયા છીએ જે લોકોની તરસ છીપાવે છે. આ એક એવું મિનરલ વોટર છે જેમાં કોઈ જ કેમિકલ નથી.

ઈશ્ર્વરકૃપાથી હિમાલયામાં ૧૦૦૦ ફૂટ ઉંડે અમને એક અવે કેનાલ મળી જે નેચરલ પીવાલાયક જલ છે. એટલે અમે અમારી પ્રોડકટનું નામ પણ જલ જ રાખ્યું છે. તેમ ચટવાલે જણાવ્યુ. સન્ની લીઓની જલ મિનરલ વોટરની બ્રાંડ એમ્બેસેડર છે. તેણે જુહુ ખાતેની પંચતારક હોટેલ જે.ડબલ્યુ મેરીઓટમાં જલને લોન્ચ કર્યું હતુ. તેણે જલની એડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. ટૂંકમાં જલ મિનરલ વોટરનો ચહેરો સન્ની લીઓની છે. સન્નીલીઓની પલાઝો, ટોપ અને હાઈ હિલમાં બ્યૂટિફૂલ લાગતી હતી. તેણે મન મૂકીને તસવીરો કિલક કરવા દીધી હતી પ્રોડકટની વિશાળ રેપ્લિકાની બાજૂમાં ઉભા રહીને નમસ્તેની મૂદ્રામાં પણ સન્નીએ તસવીર ખેંચાવી હતી આ તકે ચટવાલની બાયોગ્રાફીનો વિડીયો બતાડાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.