સખત પરિશ્રમ દ્વારા ગાયનક્ષેત્રે આગવી ઉંચાઈ મેળવનારા સન્ની હિન્દુસ્તાની પર લાખેણા ઈનામોની વર્ષા થઈ: ટી-સિરીઝે તેની આગામી ફિલ્મમાં ગાયન માટે કરારબધ્ધ કર્યા

માનવ જીવનમાં સંઘર્ષનું અનોખુ મહત્વ છે સંઘર્ષ કરીને આગળ આવેલા લોકો પોતાની કલા-કૌશલ્યમાં શ્રેષ્ઠતા હાંસલ કરે છે. વિશ્ર્વભરનાં પ્રતિષ્ઠીત લોકોના જીવન ચરિત્ર પર નજર કરીએ તો તેઓએ પોતાના જીવનકાળના કોઈને કોઈ તબકકે ભારે સંઘર્ષ કર્યો છે. આ સંઘર્ષે જ તેની કલા-કૌશલ્યને નિખાર્યા છે. ભારતમાં ગાયનક્ષેત્રે અતિપ્રતિષ્ઠીત ગણાતી ઈન્ડીયન આઈડોલ સ્પર્ધાનો ૧૧માં સંસ્કરણનો ગઈકાલે ફાયનલ યોજાયો તો. જેમાં પંજાબમાં અતિ દારૂણ સ્થિતિમાં રહેતા અને બુટ પોલીસ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સન્ની હિન્દુસ્તાની વિજેતા થયો હતો. ‘ચીંથરે વીંટયા રતન’ એવા સન્ની હિન્દુસ્તાનીએ આ સીઝનના તમામ તબકકામાં શ્રેષ્ઠ ગાયન કરીને ખરા અર્થમાં ઈન્ડીયન આયડોલ પૂરવાર થયો હતો.

ભારતમાં ગાયન ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને આ ક્ષેત્રમાં કેરીયર બનાવવાની અનોખી તક આપતા સોની ટીવીના ઈન્ડીયન આઈડોલનાં ૧૧માં સંસ્કરણનો ફાયનલ રાઉન્ડ ગઈકાલ રાત્રે યોજાયો હતો. ફાયનલ રાઉન્ડમાં પાંચ સ્પર્ધકો હતા જેમાં પંજાબના સન્ની હિન્દુસ્તાનીએ અદનાન શામીના ‘ભરે દે જોલી મેરી’ અને ફરદાન સઈદના ‘હલ્કા હલ્કા સુરૂર’ ગીતોને અદ્ભૂત રીતે રજૂ કર્યા હતા. આ ફાઈનલમાં પોતાના નવા ફિલ્મ શુભમંગલ જયાદા સાવધાનના કલાકારો આયુષ્યમાન ખૂરાના, નીના ગુપ્તા, વગેરે ઉપરાંત ટી. સીરીઝના ભુષણકુમાર, ટાટા મોટર્સ અને સોની ટીવીના વરિષ્ટ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ફાઈનલમાં પહોચેલા સ્પર્ધકો રોહીત, અંકોના મુર્ખજી, રીધમ અને અદ્રીજ દ્વારા પણ અભૂતપૂર્વ ગાયનો રજૂ કરવામાં આવ્યા હતા.

admin 1

સ્પર્ધા દરમ્યાન વિશાલ દદલાણી, નેંહા કકકર અને હિમેશ રેશમીયા દ્વારા તમામ સ્પર્ધકોમાંથક્ષ આ પાંચ સ્પર્ધકોને ફાયનલ માટે પસંદગી કરવામાં આવી હતી. ફાયનલમાં થયેલા પફોર્મન્સમાં ઓનલાઈન વોટીંગ કરવામાં આવ્યું હતુ જેમાં ભારતભરનાં પાંચ કરોડ કરતા વધારે દર્શકોએ ઈન્ડીયન આઈડોલ માટે સન્ની હિન્દુસ્તાની પસંદગી કરી હતી આ સીઝનના પ્રારંભમાં અદભૂત રીતે રજૂ કરીને સન્નીએસ્પર્ધા દરમ્યાન જજો અને દર્શકોમાં નુસરત સાહેબના રૂહ એટલે આત્મા તરીકે નામના મેળવી હતી.

સન્નીને સોની ટીવી દ્વારા ૨૫ લાખ રૂા.ની રોકડ પુરસ્કાર ઉપરાંત ટાટા મોટર્સ દ્વારા કાર અને ટી સીરીઝ દ્વારા તેની આગામી ફિલ્મ માટે ગાયક તરીકે કરારબધ્ધ ક્રવામાં આવ્યો હતો. જયારે રનરઅપ રહેલા રોહિત અને ફર્સ્ટ રનઅપ રહેલી અંકોનાને સોની ટીવી દ્વારા પાં લાખ રૂાનો રોકડ પુરસ્કાર જયારે ચોથા અને પાંચમાં સ્થાને રહેલા રીધમ અને અદ્રજને ત્રણ લાખ રૂા.નો ચેક આપવામાં આવ્યો હતો. ઈન્ડીયન આઈડોલની આ સીઝન નેહા કકકર અને હોસ્ટ આદિત્ય નારાયણ સાથે લગ્ન કરવાની મજાક પર લોકમુખે ચઢી હતી.

કોઈ ગાયકની નકલ નહીં, પોતાના અવાજે જ કર્યું… સંગીત રસિયા ઉપર જાદુ !!

ટેલીવિઝન દુનિયામાં સૌથી મોટા શોમાં શની હિન્દુસ્તાનીએ કોઈ ગાયકની નકલ નહી, પણ પોતાના અવાજથી સમગ્ર ભારતને શરૂઆતથી જ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. લગભગ ટોપ ટેનની સ્પર્ધા યાત્રામાં લોક મુખે ‘શની’ અવ્વલ નંબરે જ હતો. શો જેમ જેમ આગળ ચાલ્યો તેમ તે લોક હૈયે વસી ગયો હતો. સાવ ગરીબ સ્થિતિમાંથી આવેલ ‘શની’ સૌનો પ્યારો-લાડકો બની ગયો હતો. સૌથી વધુ વોટીંગ સાથે ટોચે રહેલો ‘શની’ના નામની વિજેતા જાહેરાત થતા જ ‘ર્માં -બહેનની આંખોમાં અશ્રુધારા વહી હતી. પોતાની પરિસ્થિતિથી ઉપર ઉઠીને પોતાની તાકાત-વિશ્ર્વાસ-શ્રધ્ધાબળથી ‘શની’ ભારતનો નંબર વનનો સરતાજ બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.