- 8 મહિનાથી સ્પેસ સ્ટેશનમાં અટવાયા છે, સ્પેસએક્સ કેપ્સ્યુલથી ધરતી પર પાછા આવશે
ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના અવકાશ ભાગીદાર વિલ્મોર બુચ ગયા વર્ષે જૂનથી અવકાશમાં છે. બંનેની વાપસી સતત મુલતવી રાખવામાં આવી રહી છે. માર્ચના છેલ્લા અઠવાડિયામાં અથવા એપ્રિલના પહેલા અઠવાડિયામાં તેમના પાછા ફરવાની શક્યતા હતી, પરંતુ હવે સુનિતા અને વિલ્મોર તે પહેલાં પણ પૃથ્વી પર પાછા આવી શકે છે. નાસા હવે બંને અવકાશયાત્રીઓના પાછા ફરવા માટે 19 માર્ચની તારીખ પર વિચાર કરી રહ્યું છે. ડેઇલી મેઇલે નાસાના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે અવકાશ એજન્સી સુનિતા અને વિલ્મોરને 19 માર્ચની આસપાસ પૃથ્વી પર પાછા લાવશે. આ અગાઉ જાહેર કરાયેલી સમયમર્યાદા કરતાં લગભગ બે અઠવાડિયા વહેલું છે. બંનેના ચાહકો માટે આ કોઈ સારા સમાચારથી ઓછું નથી.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ મંગળવારે જણાવ્યું કે સ્પેસએક્સ આગામી અવકાશયાત્રી ફ્લાઇટ્સ માટે કેપ્સ્યુલમાં ફેરફાર કરશે જેથી બુચ વિલ્મોર અને સુની (સુનીતા) વિલિયમ્સને માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતને બદલે માર્ચના મધ્યમાં પૃથ્વી પર પાછા લાવી શકાય. તેઓ આઠ મહિનાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ફસાયેલા છે.