કોહલી,ડિવિલિયર્સ અને મેકકુલમની મહેનત એળે ગઈ
દિનેશ કાર્તિકે કેપ્ટન તરીકે જીત સાથે શરૂઆત કરી
સુનિલ નારાયણે પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે ૧૭ બોલમાં ૫૦ રન ફટકારતાં કોલકાતા નાઈટ રાઈડર્સે બેંગ્લોર જેવી હાઈપ્રોફાઈલ ટીમ સામે ચાર વિકેટથી આસાન જીત મેળવી હતી. કેપ્ટન દિનેશ કાર્તિકે અણનમ ૩૫ તેમજ નીતેશ રાણાએ ૩૪ રન ફટકારીને ટીમને વિજય સુધી દોરી ગયા હતા
આમતો રોયલ ચેલેંજર્સ બેંગ્લોર આમતો ફેવરિટ ટીમ ગણવામાં આવતી હતી અને જે રીતે ટીમનું કમ્પોઝિશન હતું તે મુજબ તેવો આ મેચના હોટ ફેવરિટ પણ હતી પરંતુ કોહલી ,એબી ડિવિલિયર્સ,મેક્કુલમ જેવા ખૂંખાર બેટ્સમેન હોવા છતાં જે સ્કોર થવો જોઈતો હતો તે ન થયો અને તેનો લાભ કલકત્તાની ટીમને પણ મળ્યો
કોલકાતાએ જીતવા માટેના ૧૭૭ના ટાર્ગેટને ૧૮.૫ ઓવરમાં છ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. આ સાથે દિનેશ કાર્તિકે કેપ્ટન તરીકે જીત સાથે શરૃઆત કરી હતી. જ્યારે કોહલીની ટીમને નવી સિઝનની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. અગાઉ કોલકાતાએ ટોસ જીતીને બેંગ્લોરને બેટીંગમાં ઉતાર્યું હતુ. ડી વિલિયર્સે પાંચ છગ્ગા અને એક ચોગ્ગા સાથે ૨૩ બોલમાં ૪૪ તેમજ બ્રેન્ડન મેક્કુલમે ૨૭ બોલમાં ૬ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૪૩ રન ફટકાર્યા હતા. પરંતુ અંતે કેકેઆરની ટીમે પ્લાનિંગ સાથે મેચ રમીને આ મેચમાં વિજય હાંસલ કર્યો હતો અને બેંગ્લોરને પરાસ્ત કર્યું હતું
મેન ઓફ ધ મેચ સુનિલ નારાયણ ઘોસિત કરવામાં આવ્યો હતો
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,