૪૮૬ બાળકો અવનવી ૨૮ કૃતિઓ રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરશે: શિક્ષકો અને વિદ્યાર્થીઓ ‘અબતક’ની મુલાકાતે

નિધિ સ્કુલમાં બાળકો માટે વાર્ષિકોત્સવ સુનહરે પલ ૨૦૧૮નું આયોજન આવતીકાલે બપોરે ૨ થી ૭ દરમિયાન હેમુગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં શાળાનાં ૪૮૬ બાળકો અવનવી કૃતિઓ રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરશે વાર્ષિકોત્સવ અંગે વધુ વિગત આપવા શાળાના આચાર્ય બીનાબેન ગોહેલ, અર્ચનાબેન જાડેજા, હર્ષદ રાઠોડ, આશાબા જાડેજા, અદિતી ભટ્ટ સહિતના શિક્ષકગણ સાથે વિદ્યાર્થીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

દરેક વાલીની મહેચ્છા હોય છે કે પોતાનું બાળક સ્કૂલનાં માધ્યમ દ્વારા સ્ટેજ પર પર્ફોમન્સ કરે તે ખુશીનું પલ વાલી માટે સુનહરે પલ હોય છે. તેથી આ વાર્ષિક મહોત્સવનું ટાઈટલ સુનહરે પલ રાખેલ છે. આ વાર્ષિક મહોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગઅલગ ૨૮ કૃતિઓ રજુ કરવામાં આવશે. આ કૃતિઓમાં અલગ અલગ ધર્મ તેમજ ભારતનાં રાજયોનાં પોશાક દ્વારા એક ભારત અખંડ ભારત દર્શાવાશે તે ઉપરાંત પાણી બચાવો, બેટી બચાવો, સ્વચ્છ ભારત, શ્રેષ્ઠ ભારત, સંયુકત પરિવારની ભાવના પરની કૃતિઓ પણ રજૂ કરાશે. આ વાર્ષિક મહોત્સવમાં વિભિન્ન ક્ષેત્રનાં અગ્રણીઓ જેમકે સામાજીક શ્રેષ્ઠીઓ રજાકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરશે. આ આયોજનમાં સ્કુલનાં ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમાની આગેવાની હેઠળ શિક્ષકગણ તથા સ્ટાફ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વાર્ષિકોત્સવમાં અંદાજે ૧૫૦૦ જેટલા વાલીઓ હાજરી આપશે વાર્ષિકોત્સવમાં કોરીયોગ્રાફર તરીકે ત્રિલોચના ભટ્ટે સેવા આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.