વિદ્યાર્થીઓને ફી ન ભરવા બાબતે ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધાની વાલીઓને ફરિયાદો મળી હતી
રાજકોટની ભક્તિનગર સર્કલ પાસે આવેલી સન ફ્લાવર સ્કુલમાં વિદ્યાર્થીઓને ફી ના ભરવા બાબતે ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધાની વાલીઓને ફરીયાદો મળી હતી. જે અનુસંધાને આજરોજ એનએસયુઆઈ દ્વારા સ્કૂલ પર જઈ રજુઆત કરવામાં આવી હતી જો કે સ્કૂલ સંચાલકો હાજર ન રહેતા એનએસયુઆઈ દ્વારા સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ એનએસયુઆઈ ટીમ સ્કુલ પર રજુઆત કરવા પહોંચી હતી કે સરકારના નિયમો પ્રમાણે વાલીઓને ફી માટે દબાણ કે ફીના વાંકે ઓનલાઈન શિક્ષણ બંધ નહી કરી શકે પંરતુ આ સ્કુલના કોઈ જવાબદાર વ્યક્તિ રજુઆત સાંભળવા કે જવાબ દેવા માટે તૈયાર ન હતા.
રાજકોટની અનેક ખાનગી સ્કુલો સંચાલકો ફી માટે દબાણ કરે તો પણ જીલ્લા શિક્ષણ અધિકારી મુખપ્રેક્ષક બની બેઠા હોવાથી એન.એસ.યુ.આઇ. એ સન ફ્લાવર સ્કુલની તાળાબંધી કરી ઉગ્રવિરોધ દર્શાવ્યો હતો. તેમજ આ બાબતે ફીની દબાણ કરતી સ્કુલની જીલ્લા શિક્ષણ અધિકારીને ફરીયાદ કરવામા આવશે તેવુ જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત એ જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં એન.એસ.યુ.આઇ.ના જીલ્લા પ્રમુખ રોહિત રાજપુત, અભિરાજસિહ તલાટીયા, શનીભાઈ ડાંગર,મોહીલ ડવ,દેવાંગ પરમાર, પાર્થ બગડા, મૌલેશ મકવાણા, મોહમદ સહીત કાર્યકરો જોડાયા હતા.