બાળકો, મહિલાઓ તથા સિનિયર બહેનો પણ રાસ-ગરબામાં જોડાઈ શકશે: આયોજકો અબતકની શુભેચ્છા મુલાકાતે

લોહાણા મૈત્રી મહિલા મંડળ, બેડીનાકા વિસ્તારની સમગ્ર ટીમ દ્વારા આગામી તા.૨૨/૯/૨૦૧૯ને રવિવારનાં રોજ રા.લો.મ.પ્રમુખ રાજુભાઈ પોબારૂનાં અધ્યક્ષસ્થાને તથા રા.લો.મ.નાં પૂર્વ પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, રઘુવંશી મહિલા અગ્રણી સ્નેહાબેન આર.પોબારૂનાં અતિથી વિશેષપદે તેમજ સંસ્થાનાં તમામ હોદેદારો, કારોબારી પ્રમુખો, દાતાઓ તેમજ મહેમાનોની ઉપસ્થિતિમાં કરણપરા ચોકની કેશરીયા વાડી ખાતે સાંજે ૪ થી ૭ દરમ્યાન મા જગદંબાની આરાધના અર્થે ભવ્યાતિભવ્ય ગરિમાપૂર્ણ વાતાવરણમાં રાસગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫ થી ૧૨ વર્ષનાં બાળકો, ૧૮ થી ૩૫, ૩૬ થી ૫૦ તથા ૫૦ થી વધુ ઉંમરનાં બહેનો ગરબામાં ભાગ લેશે. તમામ ગ્રુપને વેલડ્રેસ તથા બેસ્ટ પરફોમન્સ તથા પ્રિન્સેસથી નિર્ણાયકોનાં નિર્ણય પ્રમાણે આકર્ષક ઈનામોથી નવાજવામાં આવશે.

શહેરનાં છેવાડાનાં વિસ્તારમાં છેલ્લા ૧૫ વર્ષથી સંસ્થાનાં બાળકો બહેનો તથા સીનીયર સીટીજનોનાં સર્વાંગી વિકાસ માટે સામાજીક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક તથા આરોગ્યલક્ષી ક્ષેત્રે સતત કાર્યરત સંસ્થાની શ્રેષ્ઠ કામગીરી બદલ વિશ્ર્વ લોહાણા મહાપરીષદ દ્વારા આંતરરાષ્ટ્રીય એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાનાં પ્રમુખ ઈન્દિરાબેન શીંગાળાનાં માર્ગદર્શનમાં ઈન્દિરાબેન જસાણી, અંજનાબેન હિંડોચા, કલાબેન ખખ્ખર, કમલાબેન ભાગ્યોદય, દિપ્તીબેન, કલ્પનાં બેન પોપટ, કિર્તીબેન ગોટેચા, શીતલબેન કારીયા તથા નમ્રતાબેન કાનાબાર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તમામ બાળકો તથા બહેનોએ કાર્યક્રમનાં સ્થળે ૩:૩૦ વાગ્યે એન્ટ્રી લઈ સ્થાનગ્રહણ કરી લેવા જણાવાયું છે. રાસ-ગરબા કાર્યક્રમને સફળ બનાવવા આગેવાન બહેનોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.