૨૭ નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે: ૭૦થી વધુ કરીયાવરની વસ્તુ અપાશે
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્યો સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ
રાજકોટ ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભવન અને સંતશ્રી વેલનાથ સમુહ લગ્ન સમિતિ આયોજીત ૨૫મો સમુહ લગ્નોત્સવ રાજકોટમાં બહુમાળી ભવન સામે રેષકોર્સ ગ્રાઉન્ડમાં રવિવારના રોજ બપોરના ૨ થી રાત્રીના ૯ વાગ્યા સુધી યોજવામાં આવશે, જેમાં ચુંવાળીયા કોળી સમાજના ૨૭ નવદંપતિઓ ભાગ લઈને પ્રભુતામાં પગલા માંડશે.
ચુંવાળીયા કોળી સમાજના આ સમુહ લગ્નોત્સવમાં નવદંપતિઓને આર્શીવચન આપવા માટે અલીયાબાડા નકલંક રણુંજાના મહંત રામદાસબાપુ, તેમજ ચેતન સમાધી ખડખડના મહંતશ્રી સાઈરનાથ બાપુ, સરધાર મંદિરના પરમપૂજ્ય રસીક ભગત બાપુ, જુના અખાડા (દસનામી) હસનપરના મહંતશ્રી સત્યમગીરી બાપુ તથા અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહેશે.
સમારંભના અધ્યક્ષ તરીકે સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા તથા સમારંભના ઉદ્ઘાટક તરીકે ગુજરાત કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા તથા સુરેન્દ્રનગરના પુર્વ સાંસદ સભ્ય દેવજીભાઈ જી. ફતેપરા તથા ગુજરાત રાજ્ય ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ તથા સમાજના અન્ય આગેવાનો મહેમાનો ઉપસ્થિત રહેશે.
ચુંવાળીયા કોળી સમાજના આ ૨૫માં સમુહલગ્નમાં કરીયાવરના દાતાઓ તથા ભોજન સમારંભના દાતાઓ તથા રોકડ રકમના દાતાઓ તેમજ સહયોગી, છાશ વ્યવસ્થા, શાકભાજી, પાણી વ્યવસ્થા, જનરેટર વ્યવસ્થા થકી દાતાઓએ સમુહ લગ્નને પ્રેરક બળ આપેલ છે.
ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભવન અને સંત વેલનાથ સમુહ લગ્નને સફળ બનાવવા માટે સમિતિના પ્રમુખ હરેશબાઈ બી. પરસોંડા તતા સમિતિના મહામંત્રી વિજયભાઈ એમ. મેથાણીયા તથા ખજાનચી યોગેશભાઈ રીબડીયા વિગેરે તથા મહીલા મંડળ અને તમામ વેલનાથ ગૃ્રપો સમુહ લગ્નને સફળ બનાવવા માટે સમાજના વરીષ્ઠ આગેવાનો તથા દાનવીર દાતાઓ જહેમત ઉઠાવી રહેલ છે. તેમ સંત વેલનાથ સમુહલગ્ન સમિતિના મહામંત્રી વિજયભાઈ એમ. મેથાણીયાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
આ કાર્યક્રમની માહિતી આપવા હરેશભાઈ પરસોડા, વિજયભાઈ મેથાણીયા, યોગેશભાઈ રીબડીયા, જેન્તીભાઈ બોરીચા, લક્ષ્મણભાઈ વાવેલા, મનસુખભાઈ વાઘેલા, ભરતભાઈ બાળોન્દ્રા, જાદવભાઈ ગોઘાણી, આશિષભાઈ ડાભી, સુભાષભાઈ અઘોલા, જેસીંગભાઈ રાઠોડ અને રાજુભાઈ પંચાસરાએ અબતક મિડીયા હાઉસની મુલાકાત લીધી હતી.