શ્રઘ્ધાં આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટરમાં રસી, ફલુ તથા ચાંદાની સારવાર સહિતના માત્ર આંખને લગતી તમામ તકલીફોની એક જ જગ્યાએ સારવાર મળી રહેશે. આ ઉમદા પ્રયાસને લઇ ડો. પિયુષ ઉનડકટે અબતક ની મુલાકાત લીધી
દરેક માનવી દુનિયાને સારી રીતે જોઇ શકે, માણી શકે એ માટે વ્યકિતની આંખની તમામ પ્રકારની સારવાર જો એક જ સ્થળે મળી રહે તો આવા ઉમદા હેતુ સાથે જાણીતા આંખના સર્જન ડો. પિયુષ ઉનડકટ દ્વારા રાજકોટમાં સૌરાષ્ટ્રની સૌ પ્રથમ આંખની સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ શ્રઘ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટર નો રવિવારથી શુભારંભ થઇ રહ્યો છે.
ડો. પિયુષ ઉનડકટે આ ઉમદા પ્રયાસની તમામ માહીતી લઇ અબતકની મુલાકાત લીધી શ્રઘ્ધાં આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટર નો રવિવારના રોજ શુભારંભ કરવામાં આવશે. પરીવારના વડીલોના હસ્તે નવનિર્મિત હોસ્પિટલનો શુભારંભથશે. જયાં આંખની તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ હશે અને માનવીય અભિગમ સાથે તમામ લોકોની સારવાર આપવામાં આવશે એમ શ્રઘ્ધાં આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટર આંખના સર્જન ડો. પિયુષ ઉનડકટની એક યાદીમાં જણાવાયું છે.
ડો. પિયુષ ઉનડકટે પોતાની નવનિર્મિત હોસ્પિટલ અંગે માહીતી આપતા જણાવ્યું છે કે, હાલ મારી હોસ્પિટલ ઇન્દીરા સર્કલ પાસે કાર્યરત છે. ત્યાંથી નજીક જ નવનિર્મિત શ્રઘ્ધાં આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટર ખાતે અમો સ્થળાંતર કરી રહ્વા છીએ. બે દાયકાની આંખના સર્જન તરીકેની સફર દરમિયાન મારુ સ્વપ્ન હતું કે આંખની તમામ પ્રકારની સારવાર એક જ છત તળે ઉપલબ્ધ હોય તો લોકોને ખુબ રાહત થઇ શકે અને મારુ આ સ્વપ્ન રવિવાર ના રોજ સાકાર થઇ રહ્યું છે.
શ્રઘ્ધાં આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટર એ સૌરાષ્ટ્રની સૌ પ્રથમ આંખની સુપર સ્પેશ્યાલીટી હોસ્૫િટલ છે. રાજકોટ મેડીકલ ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે ત્યારે અમે રાજકોટમાં જ સૌ પ્રથમ આંખની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ શરુ કરી લોકોને માનવીય અભિગમ સાથે આંખની તમામ પ્રકારની અદ્યતન સારવાર ઉપલબ્ધ બનાવવા કટીબઘ્ધ છીએ.
અહીં મોતિયાના ફેકો પઘ્ધતિથી ટાંકા વગરના ઓપરેશના લેસર આંખના નંબર ઉતારવાના ઓપરેશન, આંખમાં રસી, ફલુ તથા ચાંદાની સારવાર માટે કોર્નિયા (કીકી) કલીનીક ગ્લુકોમા (ઝામર) કલીનીક, નાસુરના ઓપરેશન ડાયાબીટીશને લીધે થતાં આંખના રોગની સારવાર પડદાના રોગની તપાસતથા સારવાર આંખની પાંપણ પડી જવી, ત્રાસી આંખ વગેરે કેસમાં જરુરી પ્લાસ્ટીક સર્જરી ની સુવિધા મળી શકશે.
શ્રઘ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટર એ ફાઇવ સ્ટાર કક્ષાની આંખની સ્પેશ્યાલીટી હોસ્પિટલ છે જયાં આંખની સારવાર માટે અદ્યતન સાધનો, તાલીમ પામેલ કાઉન્સેલરની ટીમ, સ્ટ્રેચર લીફટ, મોડયુલર ઓપરેશન થીયેટર સી.સી. ટી.વી. જનરેટર, મેડીકલ સ્ટોર વગેરે સુવિધા ઉપલબ્ધ છે મેડીકલ ઇન્સ્યુરન્સ વાળા દર્દી માટે મોટા ભાગની કંપની સાથે કેશલેસ સારવાર માટે ટાઇ-અપ પણ કરવામાં આવ્યું છે.
શ્રઘ્ધાં આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટર ઉપરાંત ડો. ઉનડકટ નેચરલ વીઝન લેસર સેન્ટર પ્રા.લી. ના ફાઉન્ડર મેડીકલ ડાયરેકટર છે જયાં આંખના નંબર ઉતારવાની અદતન સારવાર ઉપલબ્ધ છે.મહત્વનું ડો. પિયુષ ઉનડકટ છેલ્લા બે દાયકાથી રાજકોટમાં આંખના સર્જન તરીકે પ્રેકટીસ કરે છે. ૧૯૯૮ માં આંખની સરકારી હોસ્પિટલમાં પ્રાઘ્યાપક તરીકે કારકીર્દી શરુ કર્યા બાદ ર૦૦ર થી તેઓ ખાનગી પ્રેકટીસ કરે છે.
રાજકોટની અનેક સેવા સંસ્થાની આંખની હોસ્પિટલમાં તેઓએ માનવ સેવા આપી છે. તબીબોના સૌથી મોટા સંગઠન ઇન્ડીયન મેડીકલ એસો.ની રાજકોટ બ્રાન્ચના સેક્રેટરી તરીકે હાલ સેવા આપતા ડો. ઉનડકટે આઇ.એમ. એ. માં લગભગ તમામ હોદા પર સેવા આપી છે.
તેમણે અસંખ્ય કેમ્પમાં સેવા આપી હજારો દર્દીઓની આંખ તપાસી જરુરી ઓપરેશનનો પણ વિનામૂલ્યે કરી આપ્યા છે. માનવીય અભિગમ સાથે દર્દીની સારવારએ ઘ્યેય સાથે ડો. ઉનડકટ વર્ષોથી લોકોની સેવા કરે છે અને નવનિર્મિત શ્રઘ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટરમાં પણ તેમનો આ સેવા યજ્ઞ વધુ સારી રીતે ચાલુ જ રહેશે. તેઓ આંખની સંભાળ અને સારવાર વિશો લોકોને જાગૃત કરવા સતત પ્રયત્નશીલ રહે છે.