ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ દ્વારા જાજરમાન આયોજન: ૪૦ યુગલો પ્રભુતામાં પગલા માંડશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ સમીતી તા સર્વધર્મ-સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમીતી દ્વારા આગામી રવિવારના રોજ શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે રીયલ મેળાના ગ્રાઉન્ડ ખાતે સર્વધર્મ-સર્વજ્ઞાતિ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૪૦ યુગલો પ્રભુતામાં પગલા માંડશે તેમ આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા સમૂહ લગ્નના આયોજકોએ જણાવ્યું હતું.

ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ સમીતીના પ્રમુખ અને કોર્પોરેશનની બાંધકામ સમીતીના ચેરમેન મુકેશભાઈ રાદડીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી ૧૬મી એપ્રિલના રોજ સર્વધર્મ-સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની પ્રેરણાદાયી ઉપસ્િિત રહેશે.

આ ઉપરાંત મુખ્ય અતિિ તરીકે પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ‚પાપરા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રાજકોટ ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણી, રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, ઉદયભાઈ કાનગડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માકડ, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરા, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને શિક્ષણ સમીતીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના આગેવાનો ઉપસ્તિ રહેશે.

સમૂહ લગ્નોત્સવમાં માંગલીક પ્રસંગોમાં બપોરે ૪:૩૦ કલાકે જાનનું આગમન શે. ૬:૩૦ કલાકે હસ્તમેળાપ, ૭:૦૦ કલાકે ભોજન સમારંભ, ૯:૦૦ વર-વધુને આશિર્વાદ અને ૧૦ કલાકે વિદાય સમારંભ રહેશે. સમૂહ લગ્નમાં બ્રાહ્મણ, લોહાણા, લેઉઆ પટેલ, દલિત, બાવાજી, રાવળ દેવ, વાળંદ, તળપદા કોળી, ચુંવાળીયા કોળી, બારોટ, મોચી, બ્રહ્મ ક્ષત્રીય, પ્રજાપતિ, લુહાર, નેપાળી અને મુસ્લીમ સમાજના ૪૦ યુગલો પ્રભુતામાં પગલા માંડશે.

સર્વજ્ઞાતિ-સર્વધર્મ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ સમીતીના પ્રમુખ મુકેશભાઈ રાદડીયાના માર્ગદર્શન હેઠળ જીતેન્દ્રસિંહ જાડેજા, ભરત ગોંડલીયા, શૈલેષ રાઠોડ, જીતેન્દ્ર રૈયાણી, દિપેશ વૈશ્ર્ણવ, જીતુ ડોબરીયા, જયેશ દસાડીયા, નિલેષ ગોસાઈ, ધર્મેશ ઠુંમર, દેવાંગ કુકાવા અને જયેશ ઢોલરીયા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.