- 150થી વધારે સ્કુટર, ઘોડાગાડી સહિતની શોભાયાત્રા બહુમાળી ભવન ચોકથી પ્રસ્થાન થઈ પંડીત દીનદયાળ હોલ ખાતે સમાપન બાદ મહાપ્રસાદ
- અબતકની શુભેચ્છા મુલાકાતે સંત વેલનાથ સમિતિના સભ્યોએ આપી માહિતી
સંત વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા ર4 વર્ષની સફળતાબાદ રાજકોટની રપ મી શોભાયાત્રાની સિલ્વર જયુબલી નિમીતે ઐતિહાસીક ઉજવણી થશે. ચુંવાળીયા કોળી વિદ્યાર્થી બોર્ડીંગ પ્રેરિત તારીખ 7/7/2024 રવિવારે અષાઢી બીજના દિવસે શોભાયાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન થશે. રાજકોટના રાજમાર્ગો પર શોભાયાત્રા નિકળશે. અબતકની શુભેચ્છા મુલાકાતે દેવાંગભાઈ કુકાવાએ જણાવ્યું હતુ.
આ શોભાયાત્રાનો રૂટ બહુમાળી ભવન ચોક થી સવારે 9.00 કલાકે થી પ્રસ્થાન ચોધરી ગ્રાઉન્ડ ચોક, હોસ્પિટલ ચોક, પારેવડી ચોક, બેડીપરા, પટેલવાડી, પાંજરાપોળ, સંતકબીર રોડ, કે.ડી. કોમ્પ્લેક્ષ ચોક, ગોવિંદબાગ મેઈન રોડ, પાણીનો ઘોડો, બાલક હનુમાનજી ચોક, પેડક રોડ, સેટેલાઈટ ચોક, પંડીત દીનદયાલ હોલ ખાતે સમાપન બાદ મહાપ્રસાદ રાખેલ છે. આ શોભાયાત્રા માં સમાજની વિવિધ સંસ્થાઓ, મંડળો, ગ્રુપો, ટ્રસ્ટો, સેનાઓ ના હોદેદારો તથા સમાજના સહુ ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો તથા યુવાનો બહોળી જનસંખ્યામાં પોતાના વાહનો સાથે આ શોભાયાત્રામાં જોડાઈ શોભાયાત્રાને ઐતિહાસિક બનાવશે. તેમજ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, વકિલો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ, ઉચ્ચકક્ષાના અધિકારીઓ, સરપંચઓ, તાલુકા પંચાયતના સભ્યઓ, જીલ્લા પંચાયતના સદસ્યઓ, નગરપાલિકાના નગર સેવકો, સામાજીક આગેવાનો, પોત-પોતાના વાહનો સાથે આ શોભાયાત્રામાં જોડાવા સંત વેલનાય જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા સહુને આહવાન કરે છે. આ શોભાયાત્રાનું પ્રસ્થાન સમાજના સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવો અને સામાજીક શ્રેષ્ઠીઓ હસ્તે થશે. તેમ સંતથી વેલનાય જયંતિ ઉત્સવ સમિતિ ના પ્રમુખ દેવાંગભાઈ કુકાવા, મહામંત્રી દીપકભાઈ બાબરીયા, ઇન્ચાર્જ દેવભાઈ કોરડીયા, ખજાનચી દીપકભાઈ માનસુરીયા સહિત હોદેદારોની જહેમત ઉઠાવશે.
અબતકની શુભેચ્છા મુલાકાતમાં દેવાંગભાઈ કુકાવા, દિપકભાઈ બાબરીયા તેમજ હરેશભાઈ કુકાવા, સચિનભાઈ ચૌહાણ, મેહુલભાઈ, મનિષભાઈ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા.