Abtak Media Google News
  • ચિત્રનગરી દ્વારા બાળકો માટે વિશેષ આયોજન
  • નાના બાળકોથી લઈ મોટેરાઓએ ફન સ્ટ્રીટમાં મજા માણી: બાળકોએ કેરમ, દોરડા કૂદ કોથડા દોડ સહિતની રમતો રમી
  • મેયર નયનાબેન પેઢડીયા સહિતના અગ્રણીઓએ પણ લીધી ફન સ્ટ્રીટની મુલાકાત

રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી ‘મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ’ (ચિત્રનગરી) દ્વારા રેસકોર્ષ ખાતે  રવિવારના રોજ ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકોથી માંડીને વડીલો સુધીના સૌ કોઈને નિર્દોષ આનંદ મળે તેવી વિવિધ પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવેલ. આ ફન સ્ટ્રીટને જોવા અને રમવા શહેરીજનો તરફથી બહોળો પ્રતિસાદ મળેલ.

આજના મોબાઇલ યુગમાં જ્યારે મોટાભાગના લોકો મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે આપણી વિસરાઈ ગયેલ શેરી રમતોને પુન:જીવિત કરવા માટે ફન સ્ટ્રીટમાં મ્યુઝિકલ ચેર, લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચી, લખોટી, ભમરડા, ગોળ કુંડાળા, ચેસ, કેરમ, સાપ સીડી, લુડો, રસ્સા ખેંચ, રંગપૂરણી, દોરડા કૂદ સહિત 30થી વધુ વિસરાયેલી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. ફન સ્ટ્રીટમાં ભાગ લેવા માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવેલ. ગત વર્ષ બાદ ઘણા લાંબા સમય પછી આ ફન સ્ટ્રીટનું  આયોજન કરવામાં આવેલ હોવાથી શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો. ફન સ્ટ્રીટમાં ભાગ લેવા માટે 5000 થી વધુ લોકો હોંશભેર હાજર રહેલ હતા. જેમાં, નાના બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, મહિલાઓ, વડીલો, વાલીઓ વગેરેએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.

ફન સ્ટ્રીટમાં ભાગ લેનારને પ્રોત્સાહિત કરવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ફન સ્ટ્રીટને સફળ બનાવવા માટે ‘મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ’ (ચિત્રનગરી)ના જીતુભાઈ ગોટેચા સહિત તેમની ટીમના રશેષભાઈ વ્યાસ, સુરેશભાઇ રાવલ, શિવમ અગ્રવાલ, હરદેવસિંહ વાઘેલા, મુકેશભાઈ વ્યાસ, હેમાબેન વ્યાસ, જયશ્રીબેન રાવલ, સીમાબેન અગ્રવાલ, દિગીશભાઈ વડોદરિયા, પરેશભાઈ ધોરાજીયા, ગૌરવભાઈ ખીરૈયા, હાર્દિક વૈષ્ણવ, હર્ષિત, દેવ, ભૂમિત ,નિકેશ, વિવેક, અભય, અજય, મૌલિક ગોટેચા ઉપરાંત વિવિધ સભ્યોએ આ ફન સ્ટ્રીટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી.

રાજકોટ મહાનગરપાલિકાના સાથ સહયોગથી ‘મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ’ દ્વારા આગામી તા.26/5/2024, તા.2/6/2024 તથા તા.9/6/2024, રવિવારના રોજ સવારે 7:00 કલાકથી 9:00 કલાક સુધી રેસકોર્ષ આર્ટ ગેલેરીથી સ્વિમિંગ પૂલ વચ્ચેના એરિયામાં ફન સ્ટ્રીટ યોજાનાર હોઈ, જેનો લાભ લેવા ઉમટી પડવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા  લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ ખાસ અપીલ અને અનુરોધ કરેલ છે.

મોબાઈલ ની પાછળ બધી શેરી રમતો વિસરાય ગઈ છે :મેયર નયનાબેન પેઢડીયા

મનપા દ્વારા ફન સ્ટ્રીટ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અબ તકની વાતચીત સાથે મેયર નયનાબેન પેઢડીયા એ જણાવ્યું હતું કે વેકેશન દરમિયાન ના ચાર રવિવાર સુધી ફન સ્ટ્રીટ નું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં બાળકો તથા તેમના માતા-પિતાઓએ આનંદ ભેર લાભ લીધો છે પણ સ્ટ્રીટમાં ભમરડો ફેરવો , ચોકડી મેનડું રસાકસી, દોરડા કૂદવા, કોથળા દોડ જેવી અનેક રમતો બાળકો હસી ખુશીથી રમ્યા હતા અત્યારે  મોબાઈલ ની પાછળ બધી રમતો વિસરાય ગઈ છે અત્યાર સુધી માં કોઈ નગરપાલિકા દ્વારા આવી પણ સ્ટ્રીટ નું આયોજન કરવામાં આવ્યું નથી તેમ જ સ્વચ્છતા જાળવણી માટે પ્રજાજનોને મેયર દ્વારા અપીલ કરવામાં આવી હતી

ફન સ્ટ્રીટમાં બાળકોને વિનામૂલ્યે વિવિધ રમતો રમાડવામાં આવે છે : જીતુભાઈ ગોટેચા

અબ તક સાથેની વાતચીતમાં મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ગોટેચાએ જણાવ્યું હતું કે કેટલા સમયથી લોકો મને ફન સ્ટ્રીટ   બાબતે પૂછતા હતા કે ક્યારે શરૂ થશે પણ ફનસ્ટ્રીટની આતુરતાથી રાહ જોતા હતા ચૂંટણીને કારણે આ વર્ષે પણ સ્ટ્રીટમાં થોડું મોડું થયું છે છેલ્લા નવ વર્ષ થી પણ ફન સ્ટ્રીટ ચલાવીએ છીએ ફન સ્ટ્રીટ માં વિનામૂલ્યે બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવે છે

શેરી રમત રમી મને ખૂબ આનંદ થયો: બાળક

મનપા આયોજિત માં વિવિધ બાળકોએ ખૂબ મજા માણી હતી ત્યાં રમી રહેલા બાળક એ અબ તક સાથે ની વાત ચીત  જણાવ્યું હતું કે કેટલા સમય બાદ હું આવી રમતો રમ્યો છું મને ખૂબ જ મજા આવી હજુ ત્રણ રવિવાર હું આ બધી રમત રમવા માટે જરૂર ને આવીશ

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.