ડાન્સ પ્લસ-૩ ફેમ અમરદિપસિંહ નટ યુવા ડાન્સરોને આપશે તાલીમ: આયોજકો ‘અબતક’ની મુલાકાતે
મીની એકસ ડાન્સ એકેડેમી દ્વારા આગામી રવિવારના રોજ ગોંડલ રોડ ખાતે આવેલ પંચવટી હોટલમાં ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાન્સ પ્લસ-૩ ફેમ અમરદિપસિંહ નટ દ્વારા યુવા ડાન્સરોને તાલીમ આપવામાં આવશે.
આ અંગે વિસ્તૃત માહિતી આપવા આયોજકો વિવેક વાગડીયા, હર્ષ ધીયા, ખ્યાતિ જોશી અને જાન્વી સંચાણીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ડાન્સીંગ ક્ષેત્રે જાણીતી સંસ મીની એકસ ડાન્સ એકેડમી દ્વારા રવિવારના રોજ ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્કશોપ ગોંડલ રોડ પર આવેલ પંચવટી હોટલ ખાતે બપોરે ૧૨ થી ૫ દરમિયાન યોજાનાર છે જેમાં ડાન્સ પ્લસ-૩ ફેમ અમરદિપસિંહ નટ યુવા ડાન્સરોને વિશેષ તાલીમ આપશે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત વિવિધ રાજયોમાંથી ઉભરતા ડાન્સરો આ વર્કશોપમાં ભાગ લેશે. વર્કશોપના રજીસ્ટ્રેશન માટે ચાર્જપેટે રૂ.૭૦૦ ચૂકવવાના રહેશે. વિસ્તૃત વિગત માટે વિવેક વાગડીયા મો.નં.૯૯૯૮૯ ૧૧૧૩૩ અને હર્ષ ધીયા મો.નં.૯૯૭૯૫ ૯૫૬૯૭નો સંપર્ક કરવાનો રહેશે.