૧૦ નવદંપતી વિવાહના તાંતણે બંધાશે: દીકરીઓને ૧૨૫થી વધુ વસ્તુઓનો કરિયાવર અપાશે
રાજકોટ હાલારી શ્રીમાળી સોની યુવક મંડળ આયોજીત સમસ્ત શ્રીમાળી સોની સમાજ માટે ૩૫મો સમૂહ લગ્નોત્સવ સાથે અનેરો ઉત્સવ નાત જમણવાર રાજકોટમાં રહેતા હાલારી શ્રીમાળી સોની સમાજનું નાતનું સમૂહ ભોજન રવિવારના દિવસે આયોજન કરેલ છે.
શુભ લગ્ન સ્થળ વેલવેટ પાર્ટી પ્લોટ, સીનર્જી હોસ્પિટલ સામે અયોધ્યા ચોક પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે. આ કાર્યક્રમના ઉદઘાટક ૧૦૮ વ્રજેશકુમાર આણંદાબાવા સેવા સંસ્થાન (જામનગર), અશોકભાઇ મથુરદાસ ઝીંઝુવાડીયા (રાજકોટ હાલારી શ્રીમાળી સોની સમાજના પ્રમુખ) તથા યુવક મંડળના સલાહકાર વનમાળીદાસ સાહોલીયા (રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો. પ્રમુખ) ઉપસ્થિત રહેશે.
આ સમૂહ લગ્નોત્સવમાં ૧૦ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય મહેમાનો, અતિથિ વિશેષ, રીઝર્વ ફંડના દાતાઆો દ્વારા સહયોગ મળેલ છે. દીકરીઓને આણામાં સોનાની વસ્તુઓ, ચાંદીની વસ્તુઓ તેમજ જીવન જરૂરીયાતની ૧૨૫થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. યુવક મંડળ દ્વારા દીકરીઓને ઘરઘંટી, ડબલ બેડ સેટ, પલંગ, કબાટ, બેડરૂમ સેટ આપવામાં આવશે. સોની યુવક મંડળના પ્રમુખ જયેશભાઇ ગેરીયા, ઉપપ્રમુખ ભાવેશભાઇ વઢવાણા, મંત્રી અક્ષયભાઇ, સહમંત્રી સંજયભાઇ, ખજાનચી જયભાઇ રાજપરા, સહ ખજાનચી કૃષ્ણકાંતભાઇ સહિતના આગેવાનોએ ‘અબતક’ મીડિયાની મુલાકાત લઇ લગ્નોત્સવ વિશેની માહિતી આપી હતી.