વિશ્વ પ્રસિઘ્ધ સોમનાથ તીર્થધામની ભૂમિ પ્રભાસતીર્થમાં પ્રાચીન સૂર્ય મંદિરો હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં છે. અને આ મંદિર મુગલો અને ગઝનવી શાસનકાળમાં તોડી પાડયા બાદ તેનું પુન:નિર્માણ થયું ન હોવા અંગેનો મેસેજ સાથે જર્જરીત સૂર્ય મંદિરની સ્થિતિ વર્ણવતા ફોટા સોમનાથ નગરપાલિકાના પ્રમુખે પ્રધાનમંત્રીને ટવીક કર્ટો હતો. જેના પગલે પીએમઓના આદેશથી ગુજરાત ટુરીઝમની એન્જીનીયર સાથેની ટીમ સોમનાથ આવી પહોંચી કેટલા સૂર્ય મંદિરો છે? કયાં છે ? અને હાલ કેવી સ્થિતિમાં છે? તેના સ્થળનું નિરીક્ષણ કરી ગયા છે. આગામી દિવસોમાં પ્રભાસતીર્થમાં આવેલા સૂર્ય મંદિરોનો પુન: ર્જીણોઘ્ધાર થાય અને વિકાસના દ્વાર ખુલે તેવી સંભાવના શરુ થઇ છે.

પ્રથમ આદિ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિર પ્રભાસતીર્થની ભૂમિમાં આવેલું છે. ઇતિહાસમાં પ્રભાસતીર્થ ભૂમિમાં સેંકડો મંદિરો હોવાનો ઉલ્લેખ પણ છે. આ જ ભૂમિમાં 1ર જેટલા પ્રાચીન સૂર્ય મંદિરો પણ આવેલા હોવાનો ઉલ્લેખ છે. હાલ આ સૂર્ય મંદિરો જાળવણીના અભાવે જર્જરીત અવસ્થામાં છે.આ મંદિરો પૈકી સોમનાથ મંદિરના સાંનિઘ્ય નજીકમાં જ આવેલું એક સૂર્ય મંદિરની મુલાકાતે થોડા દિવસ પહેલા સોમનાથ પાલિકાના પ્રમુખ પીયુષભાઇ ફોફડી ગયેલ અને તેમણે મંદિરની જર્જરીત સ્થિતિ નિહાળી ફોટા પાડી એક મેસેજ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૂર્ય મંદિરના ફોટા પાંચ દિવસ પૂર્વે ટવીટ કર્યા હતા. આ ટવીટમાં ફોટા સાથે મેસેજમાં પાલિકા પ્રમુખે લખ્યું હતું કે સોમનાથથી પ્રભાસ ક્ષેત્રની તીર્થ ભૂમિમાં અનેક સૂર્ય મંદિરો આવેલા છે

તે પૈકીનું એક સૂર્ય મંદિર હિરણ નદીના કાંઠે આવેલ છે. આ ભૂમિમાં આવેલા સૂર્ય મંદિરો મુગલો અને ગઝનવીના સમયગાળા દરમિયાન તોડી પાડવામાં આવેલ પરંતુ આપણે ફરીથી આ મંદિરનું પુન: નિર્માણ કરાવી શકયા નથી. જેથી સોમનાથ ભૂમિમાં આવેલા તમામ સૂર્ય મંદિરોનું ફરીથી પુન: નિર્માણ કરવામાં આવે તેવી વિનંતી કરી હતી. આ મેસેજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ પણ કર્યો હતો.

આ ટવીટ મામલે પ્રધાનમંત્રી કાર્યાલય સક્રિય થયું હતું. પીએમઓના આદેશથી બે દિવસ પૂર્વે ગુજરાત ટુરીઝમની એન્જીનીયર સાથેની ટીમ સોમનાથ આવી હતી. આ ટીમે સોમનાથની પ્રભાસતીર્થની ભૂમિમાં આવેલા તમામ સૂર્ય મંદિરોની માહીતી એકત્ર કરી હતી. આ સાથે તમામ સૂર્ય મંદિરોની માહીતી એકત્ર કરી હતી. આ સાથે તમામ સૂર્ય મંદિરોની માહીતી એકત્ર કરી હતી. આ સાથે તમામ સૂર્ય મંદિરોના સ્થળની મુલાકાત પણ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે ગઇકાલે ટુરીઝમની ટીમનીરીક્ષણ અર્થે આવી હતી બાદમાં કામગીરી કરી પરત ગાંધીનગર રવાના થઇ ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.