અબતક, રાજકોટ
મહેસાણા જિલ્લાના બેચરાજી ગામમાં આવેલા સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર પર ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. જેમાં મોઢેરાનું સૂર્યમંદિર સોલાર ઉર્જાથી રાઉન્ડ ધ ક્લોક ઝગમગી ઉઠશે. જેના કારણે સોલાર વીજળી થકી ગામના ૧૬૦૦ જેટલા પરિવારોના ઘર પણ રોશનીથી ઝળહળી ઉઠશે. ભારતના પ્રથમ સોલાર પ્રોજેકટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.
સુજાણ પુરામાં સોલાર પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. કામસમગ્ર ભારતમાં ૬૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા સોલાર પ્રોજેકટનું સપ્ટેમ્બર માસમાં લોકાર્પણ કરવામાં આવશે. મોઢેરાથી ત્રણ કિલોમીટર દૂર સુજાણ પુરા ગામ ખાતે સોલાર પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. જેમાં આ પ્રોજેકટ થકી મોઢેરા સૂર્ય મંદિર અને ગામમાં આવેલા ૧૬૧૦ પરિવારને સોલાર વીજળી પુરી પાડવામાં આવશે.
પરિસરમાં શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે. આ પ્રોજેકટ દ્વારા મોઢેરા સૂર્યમંદિર પરિસરમાં પણ શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશની કરવામાં આવી રહી છે.
હાલમાં સૂર્યમંદિરને રાત્રી દરમિયાન શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશનીથી સજાવવાનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે. આ રોશનીથી રાત્રી દરમિયાન એક અદભુત નજારો જોવા મળ્યો હતો. જ્યારે પ્રોજેકટ શ થશે એ દરમિયાન શૌર્ય ઉર્જાથી દરેક રાત્રી એ આ લાઈટો ઝળહળતી નજરે પડશે જે લોકોને આકર્ષિત કરશે.
આ સાથે જ મોઢેરા સૂર્યમંદિર ખાતે દેશનો પ્રથમ સોલાર પ્રોજેકટ ઉભો કરવામાં આવ્યો છે. જેનું ટુક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરીને પ્રોજેકટને ખુલ્લો મુકશે.