ઈગ્લેન્ડમાં રમાતી કાઉન્ટી ચેમ્પિયન્સ શીપની આગામી સીઝનમાં ‘શ્રીલંકાવાળી’ કરવા પૂજારા બેતાબ
શ્રીલંકામાં ચેતેશ્ર્વર પૂજારાએ સફળતા હાંસલ કર્યા બાદ તેની નજર હવે નોટિંગ હામશાયર પર છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ૨૯ વર્ષનાં સૌરાષ્ટ્રના રાજકોટના ક્રિકેટરે ત્રણ મેચમાં એક જ ટેસ્ટ સીરીઝમાં ૭૭.૨૫ રનની સરેરાશથી ૩૦૯ રન કર્યા છે. ભારતે ૩-૦થી શ્રેણી અંકે કરી તેમાં ચેતેશ્ર્વર પૂજારાનો ફાળો નાનો સુનો તો નથી.
ચેતેશ્ર્વર પૂજારાના ટેસ્ટ મેચોમાં ઉમદા પ્રદર્શનને ધ્યાનમાં લઈને તેને ઈગ્લેન્ડમાં રમાતી કાઉન્ટી ચેમ્પિયન્સ શીપમાં સ્થાન મળ્યું છે. હવે શ્રીલંકાના સફળતાના ઝંડા ગાળ્યા બાદ સૌરાષ્ટ્ર-રાજકોટના આ રમતવીર પનોતા પુત્રની નજર નોટિંગ હામશાયર પર છે. તેને નોટિંગહામશાયર કાઉન્ટીએ કરાર બધ્ધ કરી છે.
શ્રીલંકાના પ્રવાસ પહેલા પણ ચેતેશ્ર્વર પૂજારાએ કાઉન્ટી ચેમ્પિયન્સશીપમાં સારો દેખાવ કર્યો હતો. તેની સારી રમતની બદૌલત જ તેની કાઉન્ટી ટીમને ૩૫ પોઈન્ટ મળી ગયા હતા. તેણે તેની કાઉન્ટી ટીમ વતી એક સીઝનની ૪ મેચોમાં ૨૨૩ રન કરીને નોંધનીય રમત પ્રદાન આપ્યું હતુ.
કાઉન્ટી ચેમ્પિયન્સ શીપમાં તો તેનો સારો દેખાવ રહ્યો જ છે. આથી કાઉન્ટી ચેમ્પીયન્સશીપની આગામી સીઝનમાં તેના પર ઈગ્લેન્ડ આખાની નજર છે. ગોરા લોકો તેની રમત પર આફરીન છે.