ચીને તેના કાયદામાં ફેરફાર કરીને ભારતીય જેનેરીક દવાઓને નકલી દવાઓની વ્યાખ્યામાંથી બહાર કાઢી: ચીનમાં ભારતની સસ્તી જેનેટીક દવાની ભારે માંગ
ચીનમાં પ્રર્વતમાન દવાનો કાયદો અને ધારાધોરણને કારણે ભારતની મોટાભાગની કંપનીઓ અને જેનેરિક દવાના ઉત્પાદકો ચીનમાં ધંધો કરી શકે તેવી સ્થિતિમાં નથી. ભારે લાંબા સમયના વિચાર વિમર્શ બાદ ચીન તેના ઔષધિનિયમન કાયદામાં જરુરી ફેરફાર કરી રહ્યું છે. નવા કાયદાકીય સંધારાથી ભારતની ફાર્માસ્ટીકલ અને ખાસ કરીને જેનેરિક દવાનો ધંધો કરતી કંપનીઓ માટે ચીનમાંવેપાર માટેના દરવાજાઓ ખુલવા જઇ રહ્યા છે.
ચીન તેના વર્તમાન દવા અંગેના અટપટ્ટા નિયમો અને જોગવાઇઓની પરિભાષામાં સુધારો કરીને વિદેશની દવાઓને ચીનમાં વેચવા માટે મંજુરી અને પ્રમાણિત કરવાની ઝંઝટમાંથી મુકિત અપાવવાનો નિર્ણય કર્યો જેની વિદેશી દવાઓની નકલી દવાઓની પરિભાષામાંથી આઝાદ કરીને ભારતની જેનેરિક પરિભાષામાંથી આઝાદ કરીને ભારતની જેનેરિક દવાઓ માટે ચીને પોતાનો દરવાજા ખોલવાનું નકકી કર્યુ છે.
ચીનના વરિષ્ઠ કાયદા વિદો, ધારાસભ્યો અને નેશનલ પીપલ કોંગ્રેસ કમીટીએ સોમવારે ફાર્માસ્ટિકલ માર્કેટના નિયમન અને અવલોકન અંગેના કાયદામાં ફેરયાર કરીને કેટલીક છુટછાટ સાથે સુધારો કરી ભારતની જેનેરિક દવાઓ ચીનમાં વેચાય તે માટે રસ્તો આસાન બનાવ્યો છે. ચીનના ઔષધનિયમન કાયદામાં ભારતની જેનેરિક દવાઓ ને નકલી દવાઓની વ્યાખ્યાથી પરીભાષિત કરવામાં આવતી હતી. જેને કારણે ભારતથી દવાઓનું ચીનમાં વેચાણ કરવો માટેની પરિક્ષણ અને મંજુરીની જટિલ પ્રક્રિયા પુરી કરવી પડતી હતી. જેનાથી આ કટાકુડમાં ન પડવા માટે ભારતની કંપનીઓ ચીનમાં વેપાર કરવા આગળ આવતી ન હતી. હવે નવા કાયદાના સુધારાથી ભારતીય કંપનીઓ ચીનમાં ધંધો કરી શકશે. ભારત લાંબા સમયથી ચીન સરકારે ને પોતાનો દવાને વપરાશ માટે આગ્રહ કરતી હતી. ચીનમાં ગયા વર્ષે ૯૫.૫ બિલિયન ડોલરનો દવાનો કારોબારી થયો હતો. હવે નવા કાયદામાં ભારતની આયાત થનારી જેનેરિક દવાઓને નકલી દવાઓ તરીકે વ્યાખ્યાપિત કરવામાં નહિ આવે.
ચીનમાં ૧લી ડીસેમ્બર આ નવા કાયદાનો અમલ શરુ થશે જેનો સૌથી વધારે લાભ ભારતને મળશે. નાના પાયે અંગત સ્વાસ્થ્ય માટે લોકો ભારતની દવાઓ ખરીદે તો તેમને પ્રશાસનિક, મંજુરીની જરુરીયાત નહિ રહે અને આવી દવાઓ ના વપરાશ માટે અત્યારે દંડ અને સજાની જોગવાઇ છે. તેનાથી મુકિત મળશે. આરોગ્યની જાળવણી અને સારવારના વિલંબને અટકાવવા માટે ભારતની જેનેરિક દવાઓ ઉપયોગ કરવાની છુટ મળશે
નિષ્ણાંતોદનું માનવું છે કે ચીનના આ પગલાથી ચીનમાં ખાસ કરીને ભારતની જેનેરિક સસ્તા ભાવની દવાઓ માટે દરવાજાઓ ખુલી જશે અત્યારે ચીનમાં વિદેશી દવાઓના અભાવે સસ્તી દવા ઉપલબ્ધ હોવા છતાં લોકો તેનો લાભ લઇ શકતા નથી. ચીનમાં નવા ઔષધિ કાયદાને કારણે લોકોને ભારત જેનેરીક દવાઓ સસ્તા ભાવે મળશે ચીનના આરોગ્ય વિભાગ અને કાયદા નિષ્ણાંત લ્યો ચીનગ્યુના મત મુજબ આ નવા કાયદાનો મતલબ એ નથી કે ચીનમાં ગમે તે દેશ જેનેરિક દવાઓ વેચાવવા લાગે જે લોકો ચીનમાં અન્ય દેશોની જેનેરીક દવાઓ ખરીદવા માંગતા હોય તેમને પણ નિયમ અને જે દેશોને પોતાના દેશોની દવા વેચવાની મંજુરી હશે તે દેશોને દવા વેચવાની રહેશે. ચીનમાં ૨૦૧૬-૨૦૧૮ પછી મોટાભાગે ભારતની અને સ્વીઝલેન્ડની દવાઓ વપરાય છે. હવે નવા કાયદાથી ચીનમાં ભારતની જેનેરિક દવાના ઉપયોગને સંપૂર્ણ પણે કાયદાનું કવચ મળશે. જો કે ચીનમાં જેનેરિક દવાઓના ઉપયોગની મંજુરીની સરળતાથી નકલી અને ગુણવતા વગરની દવાઓનું વેચાણ વધે તેવી દહેશત પણ વ્યકત કરવામાં આવી છે.
ચીનમાં હવે ભારતની જેનેરિક દવાઓ વેચવાનો રસ્તો આસાન બનશે. ૨૦૧૮ થી ૨૦૨૩ના સમયગાળા દરમિયાન વિશ્વમાં જેનેરિક ડ્રગ્સ માર્કેટનું બજાર ખુબ જ વિસ્તારવાનું નકકી છે. ૨૦૧૭માં વિશ્વમાં ૩૧૫ બીલીયન અમેરીકન ડોલરની જેનેરીક દવાઓ વેચાઇ હતી. ૨૦૧૦ થી ૨૦૧૭ સુધીના સમયગાળા દરમિયાન આ ક્ષેત્રમાં ૬ થી ૭ ટકા ની વૃઘ્ધિ આવી હતી. ૨૦૨૧ સુધીમાં વિશ્વ દવા બજારમાં જેનેરિક દવાઓનું વેચાણ હિસ્સો ૩૮૦.૬૦ બિલીયન અમેરીકન ડોલર સુધી પહોંચી જશે જેનેરીક દવાઓનો ઉપયોગ અને તેની ગુણવતાની જાણવણીમાં વિશ્વમાં ભારત અત્યારે આદર્શ ઉત્પાદક બની રહ્યું છે. અત્યારે બજારમાં મગજ, હ્રદય, શ્વસન તંત્ર સહીતના રોગો માટે જેનેરિકા દવા આદર્શ બની છે.