આદ્રા નક્ષત્રમાં ગ્રહોના પ્રવેશથી  લગાાવાય છે વરસાદનું અનુમાન

ગુરૂવાર તારીખ 22 જૂનના દિવસે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને તેની સાથે જ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે. હાલમાં જે વરસાદ હતો તે વાવાઝોડાને કારણે હતો. જ્યોતિષી રાજદીપ જોશીના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને પંચાંગ પ્રમાણે જ્યોતિષના ગ્રંથોના નિયમ પ્રમાણે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ સૂર્યના આદ્રા નક્ષત્ર પ્રવેશ થી થાય છે. તારીખ 22 જૂન સાંજના 5.51 સૂર્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. ખાસ કરીને આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સમયે ગ્રહોની જે સ્થિતિ હોય છે તેના પર થી વરસાદનું અનુમાન લગાવાય છે. આ વર્ષે સૂર્યના આદ્રા ક્ષેત્રના પ્રવેશ સમયે ચંદ્ર આશ્લેષા નક્ષત્રમાં છે. આથી પ્રજામાં સુખ સુવિધા અભાવ રહે હર્ષણ નામનો યોગ હોવાથી ધાન્ય સારું પાકે એ ઉપરાંત કુંડળીના ગ્રહો જોતા લગ્નેશ મંગળ કર્ક રાશિમાં ચંદ્ર અને શુક્ર સાથે છે અને સુખ ભુવનમાં શની સ્વગૃહી હોતા વરસાદ પ્રમાણમાં સારો થાય બાર આની જેટલું રહે વર્ષ એકંદરે સારું રહે

– રાજદીપ જોષી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.