આઠમાં સ્થાનમાં ગુરૂ ચંદ્ર મંગળ છે તેથી વરસાદ ઓગષ્ટ મહિનામાં સારો
જેઠ વદ આઠમને મંગળવાર તા. ર1-6-2022 થી દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ થશે આ દિવસથી દિવસ ટુંકો અને રાત્રી લાંબી થતી જશે.
જયારે જેઠ વદ નોમને બુધવાર તા. 22-6-22 ના દિવસે સૂર્ય ગ્રહ બપોરે 11.44 કલાકે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે ખાસ કરીને ગુજરાતમાં સૂર્યના આદ્રા નક્ષત્રના પ્રવેશથી ચોમાસાની વિધિવત શરુઆત થાય છે અને આ સમયે ગ્રહો જે રાશીમાં હોય તે પ્રમાણે પણ વરસાદનો વરતારો કરવામાં આવે છે.
આદ્રા નક્ષત્રના પ્રવેશ સમયે રેવતી નક્ષત્ર છે શોભન યોગ છે તૈતિલ કરણ છે તથા ચંદ્ર મીન રાશીમાં છે. એટલે કે જળ તત્વની સાતમા સ્થાનમાં શનિ સ્વગૃહિ હોતા અનાજ સારુ પાકે
તથા આઠમા સ્થાનમાં ગુરુ ચંદ્ર મંગળ છે વરસાદ ઓગસ્ટ મહિનામાં સાથે પડે 80 ટકા જેટલો વરસાદ થાય એટલે કે 1ર આની વરસાદ થાય તેવી શકયતા રહેલી છે.
સિંહ લગ્ન હોવાથી થોડું ખેતીને નુકશાન જાય પરંતુ ખેડુતો પાકનું યોગ્ય જતન અને ઘ્યાન રાખે અને યોગ્ય સલાહ પ્રમાણે કામ કરે તો જરુર ફાયદો થશે સિંહ લગ્ન ની કુઁડળી હોવાથી તથા ગ્રહ દશા પ્રમાણે જોતા અનાજ તેલના ભાવ ઘટવાની શકયતા બહુ ઓછી જણાય છે.
ખાસ કરીને આદ્રા નક્ષત્ર બેસતા ભેજ વાતાવરણ હોતા લોકોએ ખાવા પીવામાં પણ ખાસ ખ્યાલ રાખવો જોઇએ લીલા પાંદળા વાળા શાકભાજી ઓછા ખાવા તથા હળવો ખોરાક લેવો ખાસ કરીને આદ્રા નક્ષત્ર બેસતા જૈન લોકો કેરીનો ત્યાગ કરશે અને લોકોએ ખાસ કરીને વાસી ખોરાક ન ખાવો મસાલા વાળો ખોરાક ઓછો ખાવો તથા ગરમ અને તાજો ખોરાક ખાવાનું મહત્વ પણ આપણા વૈદિક શાસ્ત્રોમાં કહેલું છે.