હ્રીમ ચિંતના શ્રીજી
16 જુલાઈના રોજ સૂર્યનું રાશિ પરિવર્તન થયું છે. જેથી હવે સૂર્ય અને શનિ સામસામે આવી ગયા છે. જે 17 ઓગસ્ટ સુધી આ સ્થિતિમાં રહેશે. આ બંને ગ્રહોનો દૃષ્ટિ સંબંધ બની રહ્યો છે. જ્યોતિષના જાણકારોએ આ સ્થિતિને અશુભ માની છે. કેમ કે સૂર્ય અને શનિ એકબીજાના દુશ્મન છે. આ બે ગ્રહોનું એકબીજાને જોવું દેશ-દુનિયા અને અનેક રાશિઓ માટે અશુભ રહેશે.
મેષ સહિત 7 રાશિના લોકો માટે શુભ સમય
મેષ, વૃષભ, મિથુન, કન્યા, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો મળી શકે છે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. કિસ્મતનો સાથ મળી શકે છે. પારિવારિક મામલાઓ માટે પણ સમય શુભ કહી શકાય છે. આ રાશિના લોકો ઉપર હાલની અશુભ ગ્રહ સ્થિતિનો પ્રભાવ પડશે નહીં.
કર્ક, તુલા અને મકર રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે
સૂર્યના પુનર્વસુ નક્ષત્રમાં આવી જવાથી કર્ક, તુલા અને મકર રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 3 રાશિના લોકોને ધનલાભ તો થશે, પરંતુ ખર્ચ પણ વધશે. થોડા મામલે નક્ષત્રોનો સાથ મળશે. ત્યાં જ, કામકાજમાં વિઘ્ન, તણાવ અને વિવાદ થવાની પણ શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઈ શકે છે
સિંહ અને ધન રાશિ માટે સાવધાન રેવાનો સમય છે.
સૂર્યના અશ્લેષા નક્ષત્રમાં આવી જવાથી સિંહ અને મીન રાશિના લોકોની મુશ્કેલી વધી શકે છે. આ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. કામકાજમાં વિઘ્ન આવી શકે છે. વિવાદ થવાની પણ શક્યતા છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઈ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું. ઉધાર લેશો નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઈએ.
સૂર્ય નારાયણ અને શનિ પૂજા
સૂર્ય-શનિની અશુભ અસરથી બચવા માટે શનિ પૂજા કરવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. એટલે આ દિવસોમાં દર શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ. પ્રદોષ એટલે તેરસ તિથિના સંયોગમાં કરવામાં આવતી પૂજાથી શનિના અશુભ પ્રભાવથી થતી તકલીફોથી રાહત મળે છે. જે લોકો શનિની મહાદશા, સાડાસાતી અને ઢૈય્યાથી પરેશાન છે તેમના માટે શનિવાર અને પ્રદોષ તિથિ ખૂબ જ ખાસ છે
વિશ્વ ઉપર અસર
આ અશુભ યોગથી દેશની જનતા અને સરકાર વચ્ચે અવિશ્વાસ વધશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા દેશોની વચ્ચે તણાવ વધી શકે છે. દેશની જનતા અસંતુષ્ટ રહેવાની સાથે જ પાડોસી દેશો સાથે વિવાદ થઈ શકે છે.
અર્થવ્યવસ્થામાં ઉતારચઢાવ આવશે. દેશના ઉત્તરી અને દક્ષિણ ભાગમાં બીમારીઓ વધવાની શક્યતા છે. સાથે જ, કુદરતી આપત્તીઓ એટલે પૂર, ધરતીકંપ, ચક્રવાત અથવા આગની દુર્ઘટના વધી શકે છે. દેશની જનતામાં રોગ અને એકબીજા સાથે વિવાદની પરિસ્થિતિ બની શકે છે. લોકોના સ્વાસ્થ્યને લઇને દેશ-વિદેશમાં નવી પરેશાની સામે આવી શકે છે.
સૂર્ય-શનિનો અશુભ યોગ
સૂર્ય કર્ક રાશિમાં અને શનિ મકર રાશિમાં છે. એકબીજાની સામે હોવાથી સમસપ્તક યોગ બની રહ્યો છે. શનિદેવ વક્રી છે, એટલે ઊંધી ગતિ કરી રહ્યા છે. શનિનું વક્રી થવું અશુભ રહેશે. જેથી લોકોમાં વિવાદ વધશે અને મનમુટાવ પણ થશે. આ બંને ગ્રહોના કારણે પિતા-પુત્રના સંબંધ પણ ખરાબ થશે. આ અશુભ ગ્રહ સ્થિતિના કારણે લોકોને સફળતા પ્રાપ્ત કરવામાં મોડું થશે.