અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે 11 ડિસેમ્બરે ‘ધ પાથ ઓફ ઈનોવેશન એન્ડ વેલનેસ ફોર વિકસિત ભારત’ (વિકસિત ભારત માટે નવીનીકરણ અને કલ્યાણનો માર્ગ) થીમ પર આધારિત બાયોટેક્નોલોજી ક્ષેત્રે પ્રિ-સમિટ યોજાશે. કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને ગુજરાતના બાયોટેક સ્ટાર્ટઅપ્સને પ્રદર્શિત કરતું પ્રદર્શન પણ યોજાશે. અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાયોટેક કંપનીઓ, ઉદ્યોગ સંગઠનો, સ્ટાર્ટ-અપ્સ સહિત તજજ્ઞો ભાગ લઇને ચર્ચા કરશે.
અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાયોટેક કંપનીઓ, ઉદ્યોગ સંગઠનો, સ્ટાર્ટ-અપ્સ સહિત તજજ્ઞો ભાગ લઇને ચર્ચા કરશે
વાઇબ્રન્ટ સમિટ-2024ના ભાગરૂપે યોજાનારી બાયોટેક્નોલોજી ક્ષેત્રની પ્રિ-સમિટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરશે તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, મુખ્ય સચિવ રાજકુમાર, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર વિગેરે પણ ઉપસ્થિત રહેશે. આ ઈવેન્ટનો હેતુ ગુજરાતને બાયોટેકનોલોજીનું હબ બનાવવા સાથે આ ક્ષેત્રમાં વધુ રોકાણ આકર્ષિત કરવાનો પણ છે. જેમાં બાયોટેકનોલોજી ક્ષેત્રના અંદાજે 350 અગ્રણીઓ જેમાં ટોચની બાયોટેક કંપનીઓથી લઇ સંશોધનકર્તાઓ પણ ભાગ લેશે.
સમિટમાં યોજનારા વિવિધ સત્રમાં ગુજરાતમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રનો વિકાસ, બાયો ઇનોવેશન્સને આગળ વધારવા માટેની ઇકોસિસ્ટમ), ભારત બાયો-ઇકોનોમીનું રડાર), સંશોધન અને નવીનીકરણનું વ્યાપારીકરણ) અને ‘સ્ટાર્ટ-અપ એન્ડ રિસર્ચ ઇકોસિસ્ટમ વિગેરે ઉપર તજજ્ઞો તેમના મંતવ્ય વ્યક્ત કરશે.