છેલ્લા છ માસમાં જ ૧૫ લાખથી પણ વધુ મુસાફરો એ પ્રિમિયમ બસ સર્વિસનો લાભ લીધો: ૩૬ કરોડનીઆવક :પ્રિમિયમ સર્વિસનું હજુ પણ વિસ્તરણ કરવા આયોજન
ઉનાળુ વેકેશન શરુ થઇ ચુકયું છે. અને રાજકોટ સહીતના સ્થળો એથી લોકો વિવિધ સ્થળોએ પ્રવાસમાં જવા લાગ્યા છે. આ સાથે રાજકોટ સહીત રાજયભરની એસ.ટી. બસોમાં ટ્રાફીક થતાં વધવા લાગ્યો છે. સાદી અને વોલ્વો સહીત સ્લીપર બસોમાં પણ મુસાફરોની સંખ્યા વધવા લાગી છે.
ત્યારે ખાસ કરીને રાજકોટ-સુરત અને અમદાવાદ ડેપો ઉપરથી એસ.ટી. દ્વારા ચલાવાતી વોલ્વો પ્રિમિયમ સર્વિસ નો પણ ઉનાળુ વેકેશનમાં વધુને વધુ લોકો લાભ લે તે માટે રાજયનાં એસ.ટી. નિગમના એમ.ડી. સોનલ મિશ્રાએ લોકોને અનુરોધ કર્યો છે.તેઓએ એક વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, વેકેશન અનુસંધાને રાજકોટ-સુરત – અમદાવાદથી વોલ્વો એ.સી. અને સ્લીપર બસોની સંખ્યા જરર પડયે ૪૦ વધારવાની પણ તૈયારી છે.અત્રે નોંધનીય બાબત એ છે કે છેલ્લા છ માસમાં આ વોલ્વો પ્રિમિયમ બસ સર્વિસનો ૧૫ લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો છે. અને હજુ પણ ઉનાળુ વેકેશન દરમ્યાન મુસાફરોની સંખ્યા વધવા સંભવ છે.આ ઉપરાત પિમિયમ વોલ્વો સર્વિસ થકિ તંત્ર ને ‚૩૬ કરોડ ની આવક થય છેહાલમાં રાજયભરમાં ઉપરોકત ત્રણ ડેપો ઉપરથી એ.સી. વોલ્વો અને સ્લીપર મળી ૧૫૧ બસો દોડાવાય છે. જેમાં અમદાવાદથી સૌથી વધુ ૧૦૧, રજકોટથી ૨૫, અને સુરતથી ૨૦ બસો દોડાવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નિગમ દ્વારા વર્ષ ૨૦૧૦/૧૧ થી રાજ્ય ના મુસાફર જનતા ને ઉચ્ચ કક્ષા ની સુવિધા થી પરિવહન સેવા પૂરી પાડવાવોલ્વો વાહનો થી સંચાલન શરુ કરેલ છે જેથી મુસાફર જનતા નો સારો પ્રતિસાદ મળવા પામતા તબક્કા વાર પ્રીમિયમ સર્વિસ નારૂટો માં ઉતારો ઉતર વધારો કરવામાં આવેલ છે જેમાં રાજય ની હદ માં અમદાવાદ વડોદરા , અમદાવાદ સુરત, અમદાવાદ રાજકોટ, અમદાવાદ નવસારી જેવા રૂટો માં નફાકારકતા થવાના કારણે સરહદું સર્વિસો માં વિસ્તરણ ના ભાગ રૂપે નવીન એ.સી.સીટર/એ.સી.સ્લીપર/વોલ્વો સ્લીપર/ વોલ્વો સીટર અને વોલ્વો સ્લીપર વાહનો ની સંખ્યા માં વધારો કરવામાં આવેલ છે.જેથી નવીન રૂટો જેવા કે અમદાવાદ મુંબઈ, જોગેશ્વરી, શિરડી, પુના , ઓરંગાબાદ, કોલાપુર, શ્રી નાથદ્વારા , જયપુર,અને ગુડગાઉ જેવા આંતર રાજય રૂટો પર છેલ્લા ચાર માસ થી સંચાલન શરુ કરવામાં આવેલ છે ગુજરાત રાજય ના મુખ્ય પ્રસીધ્ધયાત્રા ધામ તેમજ ફરવા લાયક સ્થળો ને જોડતા એ.સી. સેર્વિસો શરુ કરવામાં આવેલ છે.
જેમાં અમદાવાદ મોરબી, ભાવનગર,અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનીટી, દાહોદ, ડીસા, પાલનપુર, સુરત થી સ્ટેચ્યુ ઓફ યુનીટી, શિરડી, પલીન્તાના થી બાેરીવલી જેવા નવીનરૂટો માં મુસાફરો નો બહોળો પ્રતિસાદ મળવા પામેલ છે.ઉપરોક્ત બાબતો નિગમ દ્વારા ધ્યાને લઇ સૌરાષ્ટ્ર ના મુખ્ય મથક એવા રાજકોટ થી સોમનાથ , દીવ , ભાવનગર ,ભુજ,નાથદ્વારા , સ્ટેચ્યુ ઓફ યુનીટી, પુના જેવા મુસાફર જનતા ની માંગણી ને ધ્યાને રાખીને પ્રીમિયમ સર્વિસો નું સંચાલન શરુ કરવામાંઆવેલ છે. સદર સર્વિસો ના રૂટો ની રાજય ની મુસાફર જનતા રાજય માં તેમજ આંતર રાજય માં જવા આવવા માટે બહોળોલાભ લઇ રહેલ છે.