ડાયાબિટીઝના એક દરદીએ પોતાનું વિશેષ ધ્યાન રાખવુંજરૂરી છે; કારણ કે આ સીઝનમાં આવેલો બદલાવ તેમના પર અમુક રીતે ભારે પડી શકે છે. આજે જાણીએ તેમણે કઈ બાબતે સાવચેત રહેવું જરૂરી છે
આમ તો ઉનાળાની ગરમી દરેક વ્યક્તિને કોઈ ને કોઈ રીતે અસર કરતી હોય છે, પરંતુ ડાયાબિટીઝના દરદીઓએ આ બાબતે ોડી વધુ કાળજી રાખવી જરૂરી છે. જો તમે ડાયાબિટીઝના દરદી છો તો તમારી શુગરનું મેનેજમેન્ટ અને ડાયાબિટીઝને લીધે તી બીજી તકલીફોમાં ગરમીને લીધે પ્રોબ્લેમ્સ આવી શકે છે. માર્ચ મહિનામાં જ સખત ગરમી પડવા લાગી છે ત્યારે હજી જૂન-જુલાઈમાં વરસાદ શરૂ ાય એ પહેલાંના સમયમાં ચોક્કસ કાળજી રાખવી જરૂરી છે નહીંતર તકલીફ ઊભી ઈ શકે છે. આજે જાણીએ કયા-કયા પ્રોબ્લેમ્સ એક ડાયાબિટીઝના દરદીને ગરમીને લીધે આવી શકે છે.
ડીહાઇડ્રેશન
આ વિશે ચેતવતાં શ્રેયા ડાયાબિટીઝ કેર સેન્ટર, મલાડનાં ડાયાબેટોલોજિસ્ટ ડોકટર કહે છે, ગરમીમાં શરીરમાંી પાણી ઓછું વાની તકલીફ ઘણી વધારે રહે છે. એમનેમ પણ ડાયાબિટીઝના દરદીના શરીરમાંી શુગર વધુ હોવાને લીધે નોર્મલ લોકો કરતાં પાણી ઘણી વધુ માત્રામાં ઓછું તું હોય છે. એને લીધે જ તેમને વારંવાર યુરિન પાસ કરવા જવું પડતું હોય છે. ઉનાળામાં ગરમીને કારણે હજી વધુ પાણી પરસેવા વાટે નીકળી જાય ત્યારે ડીહાઇડ્રેશન ાય છે. એક સામાન્ય વ્યક્તિ કરતાં એક ડાયાબિટીઝના દરદીને ડીહાઇડ્રેશન વાનું રિસ્ક ઘણું વધારે રહે છે અને ખૂબ સરળતાી તે શરીરમાંી પાણી ગુમાવી દે છે. આ દરમ્યાન તેમણે સતત પાણી પીતા રહેવું ખૂબ જ જરૂરી છે. ડીહાયડ્રેશન ાય તો સ્નાયુ ખેંચાઈ જાય એટલે કે ક્રેમ્પ આવે, હીટ સ્ટ્રોકનું રિસ્ક પણ વધી શકે અને વ્યક્તિ બેભાન પણ ઈ શકે. ડાયાબિટીઝના દરદી, જેમને કિડનીની તકલીફ છે તેઓ ઉનાળામાં જો ડીહાયડ્રેશનનો ભોગ બને તો તેમની કિડની પર અસર ઈ શકે છે, મોટા પાયે કિડનીને ડેમેજ પણ ઈ શકે છે.
હાઇપોગ્લાઇસેમિયા
હાઇપોગ્લાઇસેમિયા એક એવી તકલીફ છે જેનાી દરેક ડાયાબિટીઝના દરદીએ સાવચેત રહેવું જોઈએ, ખાસ કરીને ગરમીના સમયમાં; કારણ કે ગરમીના સમયમાં એનર્જી ખૂબ વપરાય છે. આ બાબતે વિસ્તારી સમજાવતાં ડોકટર કહે છે, એનર્જી એટલે શુગર. જો શુગર વધુ વપરાય તો ઓછી ઈ જાય અને આમ પણ ડાયાબિટીઝના દરદીઓ દવાઓ લઈ રહ્યા હોય છે, જેને લીધે શુગર ઓછી રહે. આમ ઘણી વાર અચાનક જ શુગર ખૂબ જ ઝડપી નીચે જતી રહે છે, જેને હાઇપોગ્લાઇસેમિયા કહે છે. ખૂબ ગરમી પણ શરીર માટે એક સ્ટ્રેસ બની જાય છે, જે સ્ટ્રેસ હાઇપોગ્લાઇસેમિયા તરફ લઈ જઈ શકે છે. આ કન્ડિશનમાં વ્યક્તિ બેભાન ઈ શકે છે કે કોમામાં પણ સરી પડી શકે છે. જો પાણીની કમી ાય અને ડાયાબિટીઝના દરદીને ડીહાઇડ્રેશનની તકલીફ ાય તો પણ તેને આ કારણસર હાઇપોગ્લાઇસેમિયા ઈ શકે છે. આમ ડાયાબિટીઝના દરદીઓએ ખાસ ધ્યાન રાખવું કે તેમના શરીરમાં પાણીની કમી ન સરજાય.
પગની સંભાળ
ડાયાબિટીઝના દરદીઓ, જેમને પેરિફેરલ ન્યુરોપીની તકલીફ છે તેમણે ઉનાળા દરમ્યાન તેમના પગની ખાસ સંભાળ રાખવી જોઈએ. ખાસ કરીને ખુલ્લા પગે ગરમ સપાટી પર ચાલવાની ભૂલ ન કરવી. આ બાબતે સમજાવતાં ડોકટરકહે છે, ઘણા દરદીઓ મંદિર મોડા જાય છે. ખુલ્લા પગે મંદિરના ગરમ પથ્રો પર ચાલે છે અને મોટી ઇન્જરીનો ભોગ બને છે. આમ તો ખુલ્લા પગે ચાલવું જ ન જોઈએ. પણ ચાલવું પડે તો કોટનનાં મોજાં પહેરી લેવાં. ગરમીમાં જૂતાં કે શૂઝ જેટલાં ન પહેરો એટલું સારું. પરંતુ પહેરવા જ પડે તો જાડા કોટનનાં મોજાં પહેરવા જેી પરસેવો શોષાઈ જાય. નહીંતર પરસેવાને લીધે ડાયાબિટીઝના દરદીને ફંગલ ઇન્ફેક્શન ઈ શકે છે. ઘરમાં પણ સ્લીપર્સ પહેરવાં અને જેમને પગમાં ખૂબ પરસેવો વળતો હોય તેમણે ઑફિસમાં ચંપલ પહેરવાં કે જૂતાં કાઢી નાખવાં.
ઇન્સ્યુલિનની સંભાળ
ઇન્સ્યુલિનનું સ્ટોરેજ હંમેશાં ઠંડી જગ્યાએ કરવું જરૂરી છે. ઉનાળામાં લોકો બહાર ફરવા જાય અને ત્યારે તેમની પાસે ઇન્સ્યુલિનને ઠંડી જગ્યાએ રાખવાની સહુલિયત ન હોય તો તકલીફ ઈ શકે છે, કારણ કે ઠંડી જગ્યાએ ન રાખેલું ઇન્સ્યુલિન લેવાી એની અસર નહીં ાય. આવામાં એને માટલામાં રાખી શકાય છે, જેની આજુબાજુ પાણીવાળું ઠંડું કપડું સતત વીંટાળીને રાખવું. આ સિવાય ગ્લુકોમીટરની જે સ્ટિપ્સ હોય છે જેના પર લોહી રાખીને રીડિંગ લેવાનું હોય છે, એ પણ ૪૫ ડિગ્રીી ઉપરના વાતાવરણમાં રહેવી જોઈએ નહીં. નહીંતર એ ખરાબ ઈ જાય છે અને રીડિંગ ખોટું આવે છે. એટલે એને પણ ઘરમાં ોડી ઠંડક રહેતી હોય એવી જગ્યાએ રાખવી, બારી કે દરવાજા પાસે નહીં.
ઉપવાસ ન કરવા
હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલે છે. ઘણા લોકો આ દરમ્યાન ઉપવાસ કરતા હોય છે, પરંતુ ડાયાબિટીઝના દરદીઓએ ઉપવાસ કરવા નહીં જ. આ વાત પર ભાર આપતાં રોશની ગાડગે કહે છે, કોઈ પણ સીઝનમાં આમ તો ડાયાબિટીઝના દરદીઓએ ઉપવાસ કરવા જોઈએ નહીં અને એમાં પણ ઉનાળામાં તો બિલકુલ જ નહીં. ઉનાળામાં એનર્જી વધુ વપરાતી હોય છે. એટલે સમય-સમય પર સતત ખાતા રહેવું ખૂબ જરૂરી છે. જો ઉપવાસ કરવાની ભૂલ કરી તો એ ભૂલ ભારે પડી શકે છે. ફક્ત ફળો અને દૂધ પર પણ ઉપવાસ કરવા ન જોઈએ. ભૂખ્યા રહેવું ડાયાબિટીઝના દરદી માટે બિલકુલ યોગ્ય ની. એનાી તેમના શુગર મેનેજમેન્ટમાં મોટો પ્રોબ્લેમ આવી શકે છે.
શું ખાવું અને પીવું?
ડાયાબિટીઝ હોય ત્યારે ગરમીમાં શું ખાવું અને પીવું જોઈએ એ બાબતે ોડું ધ્યાન રાખવું જરૂરી છે. આ બાબતે સમજીએ ક્રિટિકેર હોસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન ડોકટર પાસેી કેટલીક મહત્વની બાબતો.
૧. હાઇડ્રેશન માટે ફ્રૂટ જૂસને બદલે પાણીદાર ફળો જ ખાઓ. જેમ કે તરબૂચ, ટેટી, તાડગોળા વગેરે.
૨. આ સિવાય ઇલેક્ટ્રલ પાઉડર પીવાને બદલે લીંબુપાણી પીવો. લીંબુ શરબત નહીં, લીંબુ અને મીઠું નાંખેલું પાણી. છાશ અને નાળિયેરપાણી પણ પી શકાય.
૩. ઉનાળામાં સૌી મોટો પ્રશ્ન એક ડાયાબિટીઝના દરદી માટે એ આવે છે કે કેરી ખાવી કે નહીં. દરેક દરદીએ આ જવાબ જુદો હોઈ શકે છે. જેમ કે જો તમે ઇન્સ્યુલિન પર હો કે તમારી શુગર ક્ધટ્રોલમાં રહેતી જ ન હોય તો તમે કેરી ન ખાઈ શકો. પરંતુ તમે એકદમ ફુલ ક્ધટ્રોલમાં છો અને શુગર પર્ફેક્ટ બેલેન્સમાં રહેતી હોય તો સવારે ૧૦ વાગ્યે કે સાંજે ૪ વાગ્યે તમે કેરી ખાઈ શકો છો. કેરી તો શું, કોઈ પણ બીજું ફળ જમતી વખતે કે રાત્રે સૂતી વખતે ખાવું ન જોઈએ. પરંતુ કેરી વિશે એક વખત તમારા ડાયટિશ્યન કે ડોક્ટરને ચોક્કસ પૂછો અને પછી જ એની મજા લો.