ગુજરાત ભરમાં આકરા ઉનાળાની આગાહી થઈ ચૂકી છે ઉનાળાના કાળજાળ ગણાતા મે મહિના કરતા આ વખતે એપ્રિલમાં વધુ પ્રમાણમાં ગરમી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે આમ પણ ગ્લોબલ વોર્મિંગના કારણે ઉનાળાની ગરમીમાં ઉતરોતર વધારો થતો જાય છે 35 થી 40 ડિગ્રી તાપમાન નોર્મલ મોડ બની રહ્યું છે ત્યારે ઉનાળાના અસલી મિજાજમા લુ ના વાયરા  થી બચવા માટે વ્યક્તિગત સાવચેતી જ અકસ સુરક્ષા કવચ બની રહે ઉનાળાની ગરમી માં ચેતતા નર સદા સુખી ની ઉક્તિ બરાબર ફીટ બેસે છે ,તાજેતરમાં જસિનિયર ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ નિષ્ણાત ડોક્ટરના મતે લોકોએ ખૂબ જ વધઘટ થતાં તાપમાનમાં રહેવાનું ટાળવું જોઈએ. તેમાં પણ ખાસ કરીને, એર-કન્ડિશન્ડ ઓફિસમાં 16 ડિગ્રી તાપમાનમાં રહેવું અને ત્યાર બાદ બહાર 43 ડિગ્રી તાપમાનમાં નીકળવું એ સ્વાસ્થ્યને ખૂબ જ ઘાતક રીતે નુકસાન પહોંચાડી શકે છે.

ઉબકા, ચક્કર, સ્નાયુમાં ખેંચાણ અને મૂંઝવણ એ હીટ સ્ટ્રોકના કેટલાક પ્રારંભિક લક્ષણો છે. જો તમને આમાંના કોઈપણ લક્ષણો હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.માથુ જ્યારે ભારે લાગે કે અસહ્ય દુખાવો થાય ત્યારે માથા પર ભીનું કપડું રાખીને ટોપી પહેરવી જોઈએ. શરીરના તાપમાનમાં 106 ડિગ્રી આસપાસ થાય ત્યારે ગળુ બગલ, સાથળમાં આઈસપેક મુકવા જોઈએ. ગરમી દરમિયાન સ્નાયુઓમાં દુખાવો થાય ત્યારે ગરમીના નીકળવાનું ટાળવું જોઈએ અને પુરતો આરામ કરવો જોઈએ.ચક્કર આવે કે બેભાન થવા જેવું લાગે ત્યારે ગ્લુકોઝની બોટલ ચઢાવવાથી દર્દીને સ્વસ્થતા મળે છે. પલ્સ અને પ્રેશર એકદમ ઘટી જાય તેવું લાગે ત્યારે ફળોનું જ્યુસ કે શેરડીનો રસ પીવો જોઈએ જે પલ્સ અને પ્રેશર નોર્મલ કરે છે.

ગરમીના કારણે જીભ અને હોઠ સુકાય તેવું લાગે તો પંખા નીચે બેસીને પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ. ઝાડા ઉલ્ટી અને ડીહાઈડ્રેશનથી બચવા હળવો ખોરાક લેવો જોઈએ.હ હીટસ્ટ્રોકથી બચવા આમ તો ગરમીમાં બહાર નીકળવું ટાળવું જોઈએ. કોટનના કપડા પહેરવા જોઈએ. લાંબી મુસાફરી હોય તો છાંયડામાં 15 મિનિટ ઉભા રહેવું જોઈએ. પાણી અને અન્ય પ્રવાહીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ, જેથી ડીહાઈડ્રેશનથી બચી શકાય. ઉનાળાના ચાર મહિના આખો દિવસ ઘરમાં બેસવું શક્ય નથી પણ ઉનાળાના વાયરામાં સાવચેતી રાખવાથી મોટી આફતમાંથી બચી શકાય તે હકીકત તમામને સ્વીકારીને ચેતતા નર સદા સુખી ની ઉક્તિ મુજબ ઉનાળામાં સાવચેતી એ જ સલામતી ના સૂત્રોને સાર્થક કરવું જોઈએ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.