૯મી જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે: ૧૦ જૂનથી રાબેતા મુજબ સ્કુલો શરૂ કરી નવુ સત્ર શરૂ કરાશે
પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજયના તમામ ડી.ઈ.ઓ- ડી.પી.ઓને પરીપત્ર કરીને ચાલુ શૈક્ષણીક વર્ષ ૨૦૧૮/૧૯ના ઉનાળુ વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી છે.અને જે મુજબ ૬ઠી મેથી વેકેશન શ‚ કરવામાં આવશે જયારે ૯મી જૂન સુધી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન સ્કુલોમાં રાખવાનું રહેશે. ત્યારબાદ ૧૦ જૂનથી રાબેતા મુજબ સ્કુલો શ‚ કરી નવુ શૈક્ષણીક સત્ર શરૂ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળની રાજયની તમામ સ્કુલમાં નકકી કરાયેલા ચાલુ શૈક્ષણીક વર્ષ મુજબ ૬ઠી મેથી વિધિવત ઉનાળુ વેકેશન શરૂ થશે.તમામ સ્કુલોએ નકકી કરાયેલી તારીખો મુજબ વાર્ષિક પરીક્ષાઓ લઈ લેવાની રહેશે અને ૬મે પહેલા જ પરિણામો જાહેર કરી દેવાના રહેશે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ૩૫ દિવસનું વિધિવત વેકેશન રહેશે.
ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ ડીઈઓ અને ડીપીઓને મોકલાયેલા પરિપત્ર મુજબ રાજયનાં તમામ સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાયન તથા બાલ અધ્યાયન મંદિરો તેમજ ખાનગી પીટીસી કોલેજોમાં પણ ઉનાળુ વેકેશન ૬ઠી મેથી ૯ જૂન સુધીનું રહેશે અને ૧૦મી જૂનથી નવા શૈક્ષણીક સત્રનોપ્રારંભ થશે.