એપ્રિલના એક જ મહિનામાં 1912 નવા સભ્યો ઉમેરાયા સભ્યો સંખ્યાનો આંક 14180એ પહોંચ્યો
રંગીલા રાજકોટ વાસીઓમાં દરેક તહેવારોની ઉજવણીનો ઉત્સાહ સવાયો જ હોય છે, ત્યારે રાજકોટના નગરજનો ઉનાળા ની મજા પણ દિલથી લેતા હોય છે .ઉનાળાને વધાવવા માટે મહાનગરપાલિકાના રેસકોર્સ સંકુલમાં સિન્થેટિક એથેલિક ટ્રેક ,સિન્થેટિક ટેનિસ અને બાસ્કોટ બોલ, જીમ અને સ્વિમિંગ પૂલ માં સભ્ય નોંધણી માટે ભારે ઘસારો જોવા મળ્યો છે એપ્રિલ મહિનામાં જ 14,180 સભ્યોની નોંધણીમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 1912 જેટલા સભ્યો નો ઉમેરો થવા પામ્યો છે,
રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરના લોકોની સુખાકારી માટે રેસકોર્સ સંકુલ તથા શહેરના વિવિધ વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની વિવિધ રમતગમતની સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે, આ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓમાં સિન્થેટિક એથેલીક ટ્રેક ,સિન્થેટિક ટેનિસ બાસ્કેટબોલ કોર્ટ ,અને વિવિધ સુવિધા વાડી જીમ ક્લબ તથા સ્નાનગરોનો સમાવેશ થાય છે તારીખ 1/4 થી 30 /4 2022 ના તુલનામાં એક એપ્રિલ 23 થી 30 એપ્રિલ23 દરમિયાન રમતગમતની સુવિધાઓ માટે રાજકોટ વાસીઓએ રેસ લગાવી દીધી હોય તેમ સિન્થેટિક એથેલિક ટ્રેક રેસકોર્સમાં 2695 સિન્થેટિક ટેનિસ કોર્સ માં 55 બાસ્કેટબોલ કોર્ટ માટે 142 સરદાર પટેલ સ્વીમીંગ પુલમાં 2492 મહર્ષિ દયાનંદ સ્વિમિંગ પૂલ માં 29 27 લોકમાન્ય તિલક સ્વિમિંગ પૂલમાં 2402 સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પૂલ માં 1918 જીજાબાઈ સ્વિમિંગ પૂલમાં 507 મળી કુલ 14,180 સભ્યો નોંધાયા છે
ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન 12268 ની નોંધણી સામે આ વખતે 1912 સભ્યો વધુ નોંધાયા છે રાજકોટ ની જનતા દિવાળી નવરાત્રી રામનવમી જન્માષ્ટમી નાતાલ ઈદ જેવા ધાર્મિક સામાજિક તહેવારોની જેમ ઉનાળાની રજાઓ પણ મન ભરીને માણવા માટે જાણીતી છે અને રેસકોર્સની વિવિધ પ્રવૃત્તિઓમાં નોંધણી માટે રાજકોટ વાસીઓએ રીતસર ની રેસ લગાવી હોય તેવું ચિત્ર ઊભું થયું છે.