આમ તો ઉનાળામાં આખી બાંયનાં કપડાં પહેરવાં જ યોગ્ય રહે છે. આખી બાંયનાં કપડાં પહેરવાને કારણે સૂર્યનો તડકો સીધો ત્વચાને ની સ્પર્શતો પરિણામે ત્વચા પર ઓછી બળતરા ાય છે પણ તેમ છતાં જો તમે સ્લીવલેસ ડ્રેસ પહેર્યો કે નાછૂટકે પહેરવાની ફરજ પડી હોય તો એવા સમયે સમરકોટ ત્વચાને પારજાંબલી કિરણોી બચાવે છે અને સ્ટાઇલ સ્ટેટમેન્ટનું કામ પણ કરે છે. માત્ર મહિલાઓ જ નહીં પુરુષોમાં પણ સમર કોટ સારી એવી લોકપ્રિયતા મેળવી રહ્યા છે. સમર કોટ પસંદ કરતી વખતે પેટર્ન પર ખાસ ધ્યાન આપો. તમારા બોડી શેપ અનુસાર સમર કોટ પસંદ કરો. વ્યક્તિ પોતાના ફિગરને ધ્યાનમાં રાખીને વપરિધાન કરવાનો આગ્રહ રાખે તો તે વ્યક્તિને સારો જ લાગે છે. એવું જ સમરકોટના કિસ્સામાં છે. વ્યક્તિએ પોતાના ફિગરને ધ્યાનમાં રાખીને સમર કોટની પસંદગી કરવી જોઇએ. સમર કોટ ફિટેડ અને લૂઝ એમ બે ડિઝાઇનમાં આવે છે. જો તમે જાડા હોવ તો લૂઝ સમર કોટ પસંદ કરવાનો રાખો અને જો પાતળા હોવ અવા સપ્રમાણ હોવ તો ફિટેડ સમર કોટ ખરીદો.
સમર કોટમાં વિવિધ ડિઝાઇન અને કલર મળી રહે છે પરંતુ મોટેભાગે લોકો સિમ્પલ સમરકોટ એટલે કે ડિઝાઇન વગરના સમરકોટ ખરીદવાનું પસંદ કરે છે. સમર કોટમાં મિન્ટ, પેરોટ ગ્રીન,પીળો, ડાર્ક પિંક, વાદળી, ગ્રે વગેરે રંગ ઉપલબ્ધ છે.
જ્યારે શ્વેત રંગનો સમરકોટ એવરગ્રીન માનવામાં આવે છે, કારણ કે સફેદ રંગ સૂર્યની ગરમી ની શોષતો અને આ રંગનો સમરકોટ દરેક પ્રકારના ડ્રેસ પર સારો લાગે છે. તેમ છતાં જો તમને સિમ્પલ સમરકોટ ન ગમતો હોય તો સમર કોટમાં ચેક્સ, ફ્લોરલ પ્રિન્ટ, લાઇનિંગ, પ્લેન, કાર્ટૂન પ્રિન્ટ વગેરે ડિઝાઇન મળી રહે છે. સમર કોટમાં બે પ્રકારના કોલર આવે છે. એક તો રેગ્યુલર કોલર, જે આપણે સામાન્ય રીતે શર્ટમાં જોતાં જ હોઇએ છીએ અને બીજો છે સ્મોલ કોલર. આ કોલરને ફોલ્ડ ની કરવામાં આવતો, સીધો જ રાખવામાં આવે છે.
મોટા કોલરના સમરકોટ ખભા સુધી આવે છે. તે લૂઝ ફીટિંગના હોય છે અને સમર કોટ પર બેલ્ટ પણ આપવામાં આવે છે.
મોટા કોલરની પેટર્નવાળા સમરકોટ સ્કર્ટ સાઇઝ અને વનપીસ શેપમાં પણ મળી રહે છે.છેલ્લાં કેટલાંક વર્ષોી સૂર્યની ગરમી દાહ પમાડનારી રહી છે, એવા સમયે ત્વચાને રક્ષણ આપવાની સો પરફેક્ટ લુક આપતાં સમર કોટની ડિમાન્ડ અને ફેશન પણ હવે વધી રહી છે.