મેટાબોલિઝમ સ્લો
ઉનાળો શરૂ થાય અને તમારી ભૂખ ઓછી થઇ જાય તે તમે પણ અનુભવ્યું હશે. તમને લિક્વિડ ડાયટ લેવાનું કે કંઇક ઠંડું ખાવાપીવાનું જ મન થયા કરે. શિયાળામાં જેટલું જમતા હોય એટલું જમી પણ ન શકો.કારણ કે આ સમયે તમારું મેટાબોલિઝમ સ્લો હોય છે. કેટલાક લોકો ભૂખ ન હોય તો પણ શરીરને જરૂર છે એમ માનીને પેટમાં કંઇક પધરાવતા રહે છે, જે ખોટું છે. ભૂખ ન હોય તો જમવાનું ટાળો.
હેવી પદાર્થો ખાવાનું ટાળો
પાચનક્રિયા મંદ હોય ત્યારે હેવી પદાર્થો ખાવાના લીધે ગેસની તકલીફ થઇ જતી હોય છે, તેી ઉનાળામાં થાળી ભરીને જમવું નહીં, કારણ કે ઉનાળામાં હેવી ખોરાક પચતો નથી અને ગેસ થઇ શકે છે. ઉનાળામાં ચણા, રાજમા, છોલે જેવા હેવી પદાર્થો ન ખાવા. રાત્રે તો બિલકુલ નહીં.
ઉનાળામાં ગરમી વધવાની સાથે સાથે એસિડિટી અને પિત્તનુ પ્રમાણ પણ વધે છે. લોકોને ખાટા ઓડકાર, છાતીમાં બળતરા, પેટમાં સતત ગરબડ, ખાધા પછી ઉછાળો મારતો હોય તેવું રહ્યા કરે છે. ઉનાળામાં સ્પાઇસી અને તળેલો ખોરાક ખાવાના લીધે આમ બને છે.
હેવી અને સો સો સ્પાઇસી અને તળેલો ખોરાક ખાવાનું પણ ટાળવું
શક્ય હોય તો હેવી અને સો સો સ્પાઇસી અને તળેલો ખોરાક ખાવાનું પણ ટાળવું જોઇએ. ઉનાળામાં સ્નેક્સ ન લેવું. ભરપૂર ખોરાક ખાઇશું તેટલી આપણી તકલીફ વધવાની છે. ઘરે બનાવેલો તળેલો ખોરાક પણ ટાળવો. ખવાતા તો ખવાઇ જશે પણ પછી અનઇઝિનેસ લાગશે તેના કરતાં વિચારીને ખાશો તો સમસ્યાઓમાંી બચી શકશો.
ખોરાક પ્રત્યે ધ્યાન ન આપીએ ત્યારે પાચન ધીમું પડી જાય છે. એમાંય ઉનાળામાં ખાસ પાચન સંબંધી તકલીફો થાય છે. ગરમી, બફારો અને ઉકળાટને કારણે પાચનપ્રક્રિયા ધીમી પડી જાય છે. તો જાણો તેનાથી બચવા શું કરવું.
ઉનાળામાં થતી સમસ્યા
-ભૂખ ઓછી લાગવી
-એસિડિટી
-ગેસ
-ઊલટી-ઝાડા
-માથાનો દુખાવો
-પિત્તની પ્રોબ્લેમ
બચવા આટલું કરો
-પાચનક્રિયા મંદ પડે એટલે વ્યક્તિ પર જે પહેલી અસર થાય એ છે ભૂખ ઘટી જવી. જેનાથી બચવા ઓછા ખોરાક ખાવો અને દર 2 કલાકે થોડું-થોડું ખાવું અને હળવો ખોરાક ખાવો.
-ઉનાળામાં હેવી ખોરાક ખાવાને કારણે ગેસની પ્રોબ્લેમ થાય છે અને હેવી ખોરાક જલ્દી પચતો પણ નથી. જેના કારણે ગેસ થાય છે. તેનાથી બચવા રાતે ખાસ હેવી ખોરાક ખાવાનું ટાળવું.
-ઉનાળામાં શરીરની ગરમી વધે છે અને શરીરમાં એસિડિટી અને પિત્તનું પ્રમાણ પણ વધે છે. જેના કારણે ખાટ્ટાં ઓડકાર, છાતી અને પેટમાં બળતરા પ્રોબ્લેમ પણ થાય છે. તેનાથી બચવા ઉનાળામાં તળેલો અને સ્પાઈસી ખોરાક ખાવાનું ટાળવું.
-ઉનાળામાં ખોરાક જલ્દી ખરાબ થઈ જાય છે. જેથી વાસી અને બહારનો ખોરાક ખાવાનું ટાળવું. આ સિઝનમાં તાજો અને હળવો ખોરાક જ ખાવો.
-ઉનાળામાં તડકામાં કે ગરમીમાં બહાર નીકળો એટલે પિત્ત થઈ જાય છે. જેના કારણે ઘણીવાર માથાનો દુખાવો પણ થાય છે. આવું ડિહાઈડ્રેશનને કારણે થતું હોય છે. જેથી આ સિઝનમાં લિક્વિડ વધુ લેવું જોઈએ. જેમાં નાળિયેર પાણી, લીંબુપાણી વગેરે પી શકો છો.