મોદીની રેલી માટેના પોસ્ટરોમાં મધ્ય પ્રદેશના બંને દિગ્ગજ નેતાઓને સ્થાન ન અપાતા રાજકીય વિવાદ
લોકસભાની સાતમા તબકકામાં એટલે કે આવતા રવિવારે જયાં ચૂંટણી યોજાનારી છે. એવા ઈન્દોરમાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીસભા યોજાઈ હતી. આ બેઠક પર ૩૦ વર્ષથી ચૂંટાઈ આવતા લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનની ટીકીટ કાપીને આ ચૂંટણીમાં ભાજપે શંકર લાલવાણીને ટીકીટ આપી છે. ટીકીટ કપાયા બાદ સુમિત્રાતાઈને મોદીની સભાના પોસ્ટરમાંથી પણ બાકાત કરી દેવામાં આવ્યા હતા. સુમિત્રાતાઈની સાથે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને પં. બંગાળનો હવાલો ધરાવતા કૈલાસ વિજયવર્ગીયને પણ પોસ્ટરમાં સ્થાન ન અપાયં ન હતુ. મધ્યપ્રદેશના દિગ્ગજ ગણાતા આ બંને નેતાઓને ભાજપે પોસ્ટરમાથી આઉટ કરાતા રાજકીય વિવાદ ઉભો થવા પામ્યો હતો.
ઈન્દોરમાં ગઈકાલે યોજાયેલી વડાપ્રધાન મોદીની ચૂંટણી સભાનાં પોસ્ટરોમાં સુમિત્રા મહાજન અને વિજયવર્ગીયને બાકાત કરી દેવાયા હતા જેથી, મહાજને રેલીના આયોજકો સામે પોતાનો આક્રોશ વ્યકત કરતા તેઓ હજુ ભૂતકાળઈ નથી બની ગયા તેવું જણાવ્યું હતુ આ પોસ્ટરોનો તસ્વીરો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા વિવાદ મચ્યો હતો. જે બાદ, આયોજકો આ વિવાદંગે મીડીયા કર્મીઓના ફોનમારો ચાલુ થઈ ગયો હતો. જે બાદ આયોજકોએ સુમિત્રાતાઈ અને વિજયવર્ગીયના અલગથી ફોટા છપાવીને બેનરો પર સાઈટ પર ચોટાડી દેવામા આવ્યા હતા.
આ અંગે પાર્ટીના શહેર પ્રમુખ ગોપીક્રિશ્ર્ન નીમાએ જણાવ્યું હતુકે આ બેનરમાં મર્યાદિત જગ્યા હોય કોઈ સ્થાનિક નેતાને સ્થાન આપવામા આવ્યું ન હતુ. ઉલ્લેખનીય છે કે સુમિત્રા મહાજન અહીથી આઠ ટર્મ એટલે કે ૩૦ વર્ષથી સાંસદ તરીકે ચૂંટાતા રહ્યા છે. તાજેતરમાં ૭૬માં વર્ષમાં પ્રવેશેલા મહાજનને પાર્ટીના ૭૫થી ઉપરના ઉમેદવારને ટીકીટ નહી આપવાની પોલીસી અંતર્ગત ભાજપે તેમની ટીકીટ રોકી રાખી હતી જે બાદ મહાજને વિવાદ ટાળવા સામેથી ટીકીટનો ઈન્કાર કર્યો હતો.
જે બાદ પાર્ટીએ ઈન્દોરની ટીકીટ શંકર લાલવાણીને ફાળવી હતી. ગઈકાલની મોદીની સભા અંગેના બેનરોમાં શંકર લાલવાણી અને દેવાસનાક બેઠકના ઉમેદવાર મહિન્દ્રસીંગ સોલંકીના ફોટા લગાવવામાં આવ્યા હતા. આ બેનરમાં મધ્યપ્રદેશની શિવરાજ સરકારમાં અનેક મહત્વના વિભાગો સંભાળનારા વરિષ્ટ નેતા અને રાષ્ટ્રીય મહામંત્રી એવા કૈલાસ વિજયવર્ગીને પણ બાકાત રખાતા પણ અનેકોના ભવા ખેંચાયા હતા. વિજયવર્ગીય હાલમાં પાર્ટીના પ. બંગાળના પ્રભારી છે. અને પાર્ટીને બંગાળમાં વિજયી બનાવવા લાંબા સમયથી જહેમત ઉઠાવી રહ્યા છે.