રાજકોટ રોયલ પાકે સનકવાસી જૈન મોટા સંઘની પાવન અને પવિત્ર ભૂમિ ઉપર ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા.,રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સહિત ૭૫ પૂ.સંત – સતિજીઓનું ઐતિહાસિક સમૂહ ચાતુર્માસ ઉજવાઇ રહયું છે. વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપાસના એવમ્ આરાધના કરી રહ્યા છે.. આ ઐતિહાસિક સમૂહ ચાતુર્માસ માટે અવિસ્મરણીય અને યશ કલગી સમાન પ્રસંગ એટલે દીક્ષા મહોત્સવ છે.
આગામી દિવસોમાં રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં મુમુક્ષુ આત્માઓ સંયમ અંગીકાર કરવા નગની રહ્યાં છે.આવા મહોત્સવનો લાભ પોતાના સંઘને મળે તે માટે સમગ્ર દેશના વિવિધ સંઘો તરફી પૂ.ગુરુદેવને વિનંતિ પત્ર – સંદેશ શરૂ થઈ ગયાં હતાં. સમસ્ત રાજકોટ સનકવાસી જૈન સંઘના પદાધિકારીઓએ રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ શરણમાં વિનંતી ર્એ આજરોજ વિવિધ સંઘો પ્રતિનિધિઓ ઉપસ્તિ રહ્યાં હતા.
દીક્ષા મહોત્સવની વિનંતી સમયે રોયલપાર્ક ઉપાશ્રયમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયાં હતાં.
સમસ્ત સનકવાસી જૈન સંઘના પદાધિકારીઓએ આ સંયમ મહોત્સવ રાજકોટની ધન્ય ધરા પર ઉજવાય તે માટે ખભે ખભા મીલાવીને સેવા અનુમોદના સો આ પ્રસંગને ભવ્યાતિભવ્ય બનાવવા માટે અપૂવે ઉમંગ,ઉલ્લાસ અને ઉત્સાહ વ્યક્ત કર્યો છે. પૂ.ગુરુદેવને નમ્ર છતાં આગ્રહભરી અને ભક્તિ ભાવ સો સંયમ મહોત્સવ રાજકોટમાં ઉજવાય તે માટે કરી હતી.
મોટા સંઘના ઈશ્વરભાઈ દોશીએ સમૂહ ચાતુર્માસનો લાભ પશ્ચિમ રાજકોટને મળ્યો તો દિક્ષાનો લાભ પૂર્વ રાજકોટ વિરાણી પૌષધશાળા,મોટા સંઘને મળે તેવી ભાવના ભાવી હતી. જયારે અજરામર સંઘના મધુભાઈ ખાંધારે તાજેતરમાં યેલી ચાર દિક્ષાના બહોળા અનુભવનો હવાલો આપી અને અજરામર સંઘના આંગણે આ મહોત્સવ ઉજવાય તેવી કરી હતી.સરદાર નગર ઉપાશ્રયવતી હરેશભાઈએ સંપૂર્ણ એકતા અને ભાઈચારાની ભાવનાથી પ્રસંગને ઉજવવા માટે સરદારનગર સંઘને લાભ આપવાની વિનંતિ કરી હતી. જ્યારે મહાવીરનગરના કાંતિભાઈ શેઠે મહાવીરનગરની પુત્રીની દિક્ષાનો લાભ મહાવીરનગર સંઘને મળે તે માટે અપીલ કરી હતી.
આ તકે ઉપસ્તિ રહેલ ગોંડલ સંઘના પ્રવીણભાઈ કોઠારી, રોયલપાર્ક મોટા સંઘના ચંદ્રકાંતભાઈ શેઠ, નેમિના વીતરાગ સંઘના ભરતભાઈ દોશી,શ્રમજીવી સંઘના મહેશભાઈ મહેતા વગેરે વિવિધ સંઘના પદાધિકારીઓએ પૂ.ગુરુદેવને આ દીક્ષા મહોત્સવનો લાભ રાજકોટને જ પ્રાપ્ત થાય જેી ધમેનગરી રાજકોટના અબાલ વૃધ્ધો સૌ સંયમ પ્રેમીઓ લાભ લઇ શકે તે માટે રાજકોટને જ આપવા માટે અપીલ કરી છે. પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે સમસ્ત સનકવાસી જૈન સંઘના પદાધિકારીઓની વિનંતિને માન આપી અને બે દિવસમાં શુભ સંદેશ આપવાના આશ્વાસન સો આશીર્વચન પાઠવ્યા હતાં.