- સામુહીક આપ*ઘાતના બનાવથી ચકચાર : પોલીસ તપાસ શરુ
- ધ્રોલના સુમરા ગામે સામુહીક આપ*ઘાતના બનાવથી ચકચાર
- માતાએ ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવી કર્યો આપ*ઘાત
- આપ*ઘાતનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ શરુ કરાઈ
રાજ્યમાં વધુ એક સામૂહિક આ-પઘાતનો બનાવ બન્યો છે. જામનગરના ધ્રોલ તાલુકાના સુમરા ગામે પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો. માતાએ 4 બાળકો સાથે કૂવામાં કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
અનુસાર માહિતી મુજબ, ધ્રોલના સુમરા ગામે સામુહીક આ-પઘાતના બનાવથી ચકચાર મચ્યો છે. માતાએ 4 બાળકો સાથે કૂવામાં ઝંપલાવી આપ-ઘાત કર્યો છે, સમગ્ર ઘટનાની જાણ થતાં ધારાસભ્ય સહીતના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચી પરિવારને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત આપઘાતનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
માતા 4 સંતાનો સાથે કરી આત્મ-હત્યા
અત્રે જણાવીએ કે, ધ્રોલ તાલુકાના સુમરા ગામે 5 લોકોએ આપ-ઘાત કરી લેતા સમગ્ર પંથક શોકનો માહોલ સર્જાયો હતો. જો કે, કયાં કારણોસર માતાએ આ પગલુ ભર્યું તે અંગે ચોક્કસ માહિતી સામે આવી નથી. ત્યારે પોલીસે મૃ*તદેહોને PM અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પરણિતાએ 4 બાળકો સાથે કૂવામાં ઝંપલાવતા પાંચેયના મો*ત
મળતી માહિતી અનુસાર, જામનગરના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં પરણિતાએ કોઈ કારણોસર ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. જેની જાણ થતાની સાથે ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને તમામ મૃ*તદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં માતા અને બાળકો સહિત પાંચેયના મો*ત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે પોલીસ સ્થળ પર પહોંચી હતી. તમામ મૃ*તદેહને PM અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાને લઈને હાલ ગામમાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકો એ જ વિચારી રહ્યા છે કે આખરે એક માતા તેના બાળકો સાથે આવું કેવી રીતે કરી શકે. બીજી તરફ મૃ*તકોના પરિવારમાં માહોલ પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જે બનાવ અંગે પોલીસને જાણ થતાં જ ધ્રોલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ સુમરા ગામે પહોંચી ગઈ હતી અને પાંચેય લોકોના મૃત*દેહોને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. જ્યાં PM કરવામાં આવશે.